કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરવામાં આવી. - At This Time

કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી.


કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરવામાં આવી.

દેવગઢ બારીયા તાલુકા ની કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે 28મી ફેબ્રુઆરીનાં દિવસને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ શાળામાં બાળકોને પ્રાર્થના સંમેલનમાં સૌપ્રથમ વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવ્યું.આં દિવસ કેમ ઉજવવામાં આવે છે. જેના વિશેની માહિતી બાળકોને આપવામાં આવી. ત્યારબાદ બપોરના સમયે વિજ્ઞાન લેબ ના તમામ સાધનોનો એક પ્રદર્શનનાં અલગ અલગ સ્ટોલ ગોઠવામાં આવ્યા .બાળકોને અલગ અલગ વિભાગ પ્રમાણે સાધનોની ઓળખ માટે એક ચોક્કસ જૂથ બનાવીને વ્યક્તિગત વિજ્ઞાનના સાધનોની ઓળખ પ્રયોગો માટે વપરાતા કેમિકલનો,વસ્તુઓ ની સમજ આપવા માટે ગોઠવણ કરી . જેમાં ધોરણ પ્રમાણે બાળકોને અલગ અલગ નિદર્શન માટે બોલાવવામાં આવ્યા. જે બાળકો સ્ટોલ પર હતા એમને બાળકોને વિજ્ઞાનના સાધનોની ઓળખ તેનો ઉપયોગ ની માહિતી આપવામાં આવી. વિજ્ઞાન, ગણિતના શિક્ષક શ્રી અલ્પેશભાઈ ચૌધરી બાળકોને સૌપ્રથમ તમામ માહિતીથી વાકેફ કર્યા માર્ગદર્શક બન્યા શાળા સ્ટાફ જશોદાબહેન,અને મુસ્તુફાભાઈ,વિક્રમભાઈ તમામ સ્ટાફ સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ, રુચિ કેળવાય, વિજ્ઞાન થી વાકેફ થઈ પોતાના જીવનમાં જેનો ઉપયોગ કરતા થાય તેના માટે આજનો આ દિવસ ની ઉજવણી શાળામાં કરવામાં આવી.શાળાના આચાર્ય ભોપતભાઇ બારીઆ એ શાળા સ્ટાફ તેમજ બાલ દેવો ને શુભેચ્છા પાઠવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.