પેડલર યુવતી ડ્રગ્સ સાથે ઝડપાઇ, ફ્રૂટના વેપારીનું નામ ખુલ્યું
રાજકોટમાં ’ફ્રૂટના ધંધાના ઓઠા હેઠળ ડ્રગ્સ સપ્લાય કરતા જલ્લાલુદીને અનેકને પેડલર બનાવ્યા, 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત.
પોલીસે રેસકોર્સમાંથી નામચીન પેડલર અમી ચોલેરાને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી હતી, પેડલર યુવતીએ નામચીન જલ્લાલુદીન પાસેથી જથ્થો મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તે નામચીન ઇસમની શોધખોળ શરૂ કરી હતી.
કરણપરામાં રાજહંસ એપાર્ટમેન્ટમાં રહેતી અમી દિલીપ ચોલેરા (ઉ.વ.23) ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્સમાંથી પસાર થવાની છે તેવી માહિતી મળતાં એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા અને પીએસઆઇ ડી.બી. ખેર સહિતના સ્ટાફે રેસકોર્સમાં બગીચા પાસે વોચ ગોઠવી હતી, કુખ્યાત પેડલર અમી ચોલેરા એક્ટિવામાં પસાર થતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા અમીના પેન્ટના ખિસ્સામાંથી એક અને સ્કૂટરની ડેકીમાંથી બીજી પડીકી મળી આવી હતી, પડીકીમાં રહેલો પદાર્થ ડ્રગ્સ હોવાની દૃઢ શંકા હોય પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.