KKV, મવડી, ઇન્દીરા સર્કલ, હોસ્પિ. ચોક, ગોંડલ રોડ બ્રિજ હેઠળ સહિતના 33 સ્થળે વાહન પાર્કિંગ હવે મોંઘા - At This Time

KKV, મવડી, ઇન્દીરા સર્કલ, હોસ્પિ. ચોક, ગોંડલ રોડ બ્રિજ હેઠળ સહિતના 33 સ્થળે વાહન પાર્કિંગ હવે મોંઘા


મહાનગરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાના ભાગરૂપે ચાલતી કેટલીક વહીવટ પ્રક્રિયા અંતર્ગત પે એન્ડ પાર્કના ટેન્ડર નિયમિત કરવામાં આવે છે. થોડા સમય પહેલા 33 સાઇટની ટેન્ડર પ્રક્રિયામાં સીન્ડીકેટ થઇ ગયાની શંકાથી સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે દરખાસ્ત પરત મોકલી રી-ટેન્ડરનો હુકમ કર્યો હતો. આ બાદ હવે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં પાર્કિંગનો ન્યુનતમ ચાર્જ રૂા. બેમાંથી વધીને પાંચ થયો છે. નવી પાર્કિંગ પોલીસી અંતર્ગત તમામ પ્રકારના વાહનોના પાર્કિંગ ચાર્જ વધી ગયા છે તે ઉલ્લેખનીય છે.
ટ્રાફિક સમસ્યાવાળા રોડ ઉપર પણ આડેધડ પાર્કિગ થતા હોય છે જે સમસ્યા ઉકેલવા મહાનગરપાલિકા વધુમાં વધુ સ્થળે પે એન્ડ પાર્કિંગ બનાવી રહી છે. હવે વર્ષોથી પે એન્ડ પાર્કિંગના ચાર્જ વધેલ ન હોય ગત માસે 33 સ્થળે પે એન્ડ પાર્કિંગ અંગેની દરખાસ્ત આવી હતી. પરંતુ વધુ ભાવ મેળવવાના પ્રયાસો કરવા દરખાસ્ત પરત કરી રિટેન્ડર કરવાના આદેશ અપાયા હતા. જેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. હવે પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ મંજૂર થવા સાથે આ સાઇટ પર નવા દર લાગુ પડશે. જોકે શહેરમાં અનેક જગ્યાએ નવા પાર્કિંગના દરના બોર્ડ તો લાગી જ ગયા છે.
33 સાઇટ માટે અગાઉ પણ ટેન્ડર અને દરખાસ્ત પ્રક્રિયા થયા હતા. પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા ઓછા ભાવ આવતા દરખાસ્ત રદ કરવામાં આવી હતી. પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીઓને ઓછી આવકથી નુક્શાની જતી હોવાની ફરિયાદો અગાઉ ઉઠવા પામી છે.
જેના લીધે ગત માસે 33 સ્થળે પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડરમાં ઘણા ઓછા ભાવથી એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતાં. આ વખતે પણ એજન્સીઓ દ્વારા ઉંચા ભાવના ટેન્ડર ભરવામાં આવશે કે તે ચિંતા છે. પે એન્ડ પાર્કિંગની જૂની સાઈટો તેમજ અમુક નવી સાઈટો જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ ભાવની આશા તંત્ર દ્વારા રાખવમાં આવી રહી છે. સાથો સાથ નવી ગાઈડલાઈન મુજબ પે એન્ડ પાર્કિંગ માટેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે હવે વાહન ચાલકોએ નવી પાર્કિંગ પોલીસી મુજબ સરકારે નક્કી કરેલા નવા ચાર્જ પાર્કિંગ માટેના ચુકવવાના રહેશે.
જોકે કોન્ટ્રાકટરો પણ દૂધે ધોયેલા નથી. અનેક રસ્તા પર પાર્કિગની જગ્યાની મર્યાદા બહાર પણ ચાર્જ લેતા હોવાની બુમ આવે છે. જયારે ટુ વ્હીલરનો પાર્કિંગ ચાર્જ રૂા.બે હતો ત્યારે મોટા ભાગે રૂા.પાંચથી ઓછી પહોંચ ફાડતા ન હતા. અમુક રાજમાર્ગો પર તો કેટલાક લોકો પે એન્ડ પાર્ક સાઇટથી દુર વાહન પાર્ક કરે તો ટ્રાફિક પોલીસના ટોઇંગ વાનને બોલાવીને વાહન પણ ટો કરાવતા હોવાની ફરિયાદો આવતી હતી.
નવી પ્રક્રિયામાં મનપાને ફાયદો થાય કે નહીં, લોકો ખોટી રીતે ન લૂંટાય અને કોન્ટ્રાકટરો સાઇટની મર્યાદામાં જ ચાર્જ વસુલે તેના પર સુપરવિઝન ગોઠવવું જરૂરી છે. જોકે તંત્ર દ્વારા આ કોન્ટ્રાકટમાં પણ સીટી અને બીઆરટીએસ બસના કોન્ટ્રાકટરોને કરાતી પેનલ્ટી સહિતની વિગતો છૂપાવવામાં આવેે છે તે જ રીતે પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટરો સામેની કાર્યવાહી કાં તો છૂપાવવામાં આવે છે અથવા તો ‘પ્રેમભાવ’ રાખવામાં આવે છે તે નકકી છે.
મહાનગરપાલિકા દ્વારા સાઈટો નક્કી કરાઈ છે જેમાં ડોમિનોઝ પીઝાથી જય સીયારામ ચા ની સામેનાં બ્રીજ ની બન્ને સાઈડ (વોર્કહાર્ટ હોસ્પિટલની સામેનો ભાગ) કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ જડુસ ચોકથી પુષ્કરધામ સુધી બ્રિજની નીચે બંને સાઈડ 860 ચો.મી. જડુસ ચોકથી મોટા મવા સુધી બ્રિજની નીચે બંને સાઈડ 852 ચો.મી. મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (2) મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (4) મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (1) હોસ્પિટલ ચોકથી જામનગર રોડ બ્રીજ નીચેનો ભાગ હોસ્પિટલ ચોકથી કેસરી હિન્દ પુલ બ્રીજ નીચેનો ભાગ હોસ્પિટલ ચોકથી ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ બ્રીજ નીચેનો ભાગ શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી આંખની હોસ્પિટલની બાજુમાં રેલ્વેઓવરબ્રિજ નીચેનો ભાગ વિવેકાનંદ ઓવરબ્રિજ/મવડી ઓવરબ્રિજ નીચેની જગ્યા ઓપન પ્લોટ નહેરુનગર 80 ફૂટ રોડ યોગેશ્વર સોસાયટી મોચી બજાર કોર્ટ થી પેટ્રોલ પંપ રોડ. જયુબેલી શાક માર્કેટ લાખાજીરાજ રોડ વોર્ડ નં.7માં સ્થિત રાષ્ટ્રીય શાળા પાસે આવેલ મહાનગરપાલિકાની જમીન, સર્વેશ્વર ચોક ધનરજની બિલ્ડીંગ, (ઈમ્પીરીયલ હોટેલ)થી જીલ્લા પંચાયત ચોક સુધી, બન્ને બાજુ ઓપન પ્લોટ.
આ ઉપરાંત પંચાયત નગર, રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી નાણાવટી ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી નાણાવટી ચોક ઉગમણી બાજુ બ્રીજનીચેનો ભાગ કે.કે.વી.ચોકથી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (1) નાના મવા સર્કલથી બિગ બજાર આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ નાના મવા ચોકથી બાલાજી હોલ આથમણી બાજુ બ્રીજનીચેનો ભાગ રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (4) રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (2) રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (3) સત્યસાઈ મેઈન રોડ (પરિમલ સ્કુલ)થી આત્મીય કોલેજ નાં ગેટ સુધી (સ્વિમિંગ પુલ સામે) બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ શ્રીજી હોટલથી રોયલ પાર્ક મેઈન રોડ( ક્રિશ્ના મેડીકલ સ્ટોર સુધી)બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બીજ સહિતના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.