ગોધરા નારી સંરક્ષણ કેંદ્રમાં આશ્રિત બે મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવતું પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર
માનસિક બીમાર મહિલાઓની ઓળખ કરીને છત્તીસગઢ અને પશ્વિમ બંગાળ ખાતે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
ગોધરા,
મંગળવાર:- મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત પંચમહાલ જિલ્લાના નારી સંરક્ષણ કેંદ્ર ગોધરા ખાતે આશ્રય હેઠળ રહેલ બે મહિલાઓ કે જેઓ માનસિક અસ્થિર મગજના હોવાથી જેઓનું ચોક્કસ સરનામું જણાવી શકતા નહોતા.જેથી કરીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહેનોનું ફિંગર પ્રિન્ટના આધારે ડુબ્લિકેટ આધારકાર્ડ કઢાવેલ જેના આધારે બંને બહેનોના નામ અને સરનામું મળી આવ્યું હતું.
જેમાંથી એક બહેન ગામ.બાકીરા,તા.બૈકુઠંપુર, જિલ્લો.કોરિયા,રાજ્ય.છતીસગઢના હતા. જેઓને પોલીસ જાપ્તા તેમજ પોલીસ વાહન સાથે તેઓના પરિવારમાં પુન:સ્થાપન કરાવ્યું હતું.તેમજ બીજા બહેન ગામ.ધનિયાઘાટા,જિલ્લો.મંદિરબજાર,રાજ્ય. પશ્ચિમ બંગાળના હતા.જેઓના પૂન:સ્થાપન માટે મંદિર બજાર પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા જેઓના પરિવારની ચકાસણી કરી જેઓના પિતાશ્રીએ ગોધરા નારી સંરક્ષણ કેંદ્રમાં રૂબરૂ તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ આવેલ અને જેઓનું પરિવારમાં પુન:સ્થાપન થાય તે માટે તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ તેઓના પિતાશ્રીને સોંપેલ છે.
નારી સંરક્ષણ કેંદ્રના પ્રયાસો થકી સદર બહેનોનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવીને સરાહનીય ભૂમિકા ભજવી હતી.આ સાથે પંચમહાલ કલેકટરશ્રીની રૂબરૂ ખાતરી કરાવ્યા બાદ આ બહેનોનું પરિવાર સાથે મિલન કરાવીને પોતાના વતનમાં મોકલી આપેલ છે તેમ નારી સંરક્ષણ કેન્દ્ર ગોધરાના મેનેજરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.