વઢવાણના ખોડુ ગામ ખાતે રૂ.7 કરોડથી વધુ વિકાસના કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું. - At This Time

વઢવાણના ખોડુ ગામ ખાતે રૂ.7 કરોડથી વધુ વિકાસના કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સૌની’ યોજના થકી સૌરાષ્ટ્ર પ્રદેશ હરિયાળો અને નંદનવન બન્યો.

દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાનએ વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના શરૂ કરી.

વઢવાણના ખોડુ ગામ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અઘ્યક્ષ સ્થાને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે ખોડુ ગામ ખાતેથી રૂ.7 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વિવિધ કામોથી લોકોની સુખાકારીમાં વધારો થશે દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોના સ્વાસ્થ્યને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળે છે દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી દરેક પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે વધુમાં સરકારે સિંચાઈ ક્ષેત્રે કરેલા કામોની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા નદીના લાખો ક્યુસેક મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવીને સૌરાષ્ટ્રની ફળદ્રુપ ધરામાં સીંચીને તેને નવપલ્લ્વિત કરવાનું સ્વપ્ન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું હતુ દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રની ફળદ્રુપ ખેતી મોટેભાગે વરસાદ આધારિત હતી અને ઘણીવાર પાણીની તંગી કે દૂકાળ વેઠવાનો વારો આવતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન થકી આજે સૌરાષ્ટ્ર પ્રાંત જળસમૃદ્ધ બન્યો છે જીવાદોરી સમાન “સૌની યોજના થકી સૌરાષ્ટ્ર પ્રદેશ આજે હરિયાળો અને નંદનવન સમાન બન્યો છે આજથી 20 વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ ખેડૂતોએ સબસીડીનું નામ સાંભળ્યું હશે પરંતુ આજે સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ ખેત ઉપકરણોની ખરીદીમાં પણ સબસીડી આપવામાં આવી રહી છે જેના પરિણામે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છ આજે સમાજના દરેક વર્ગોના ઉત્થાન માટે સરકાર કટિબદ્ધ છે અત્રે ઉલ્લેખનીય છે કે, આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે ખોડુશદીગસર રોડનું અંદાજિત 3.54 કરોડના ખર્ચે, લટુડા ચમારજ રોડનું 1.35 કરોડના ખર્ચે, બાકરથળી લટુડા સ્લેબ ડ્રેેઈનનું 50 લાખના ખર્ચે, ભદ્રેશી અણીન્દ્રા સ્લેબ ડ્રેેઈનનું 50 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું 1.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાણગઢ દાણાવડા રોડનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું તેમજ ખોડુ પ્રાથમિક શાળામાં રૂ. 2 લાખના લોકફાળાથી તૈયાર થયેલ પ્રાર્થના મંદિર અને સ્માર્ટ ક્લાસરૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતુંવઆ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન અમરતભાઈ, ન્યાય સમિતિ ચેરમેન ચંદુભાઈ મકવાણા, કૃષ્ણસિંહ રાણા, છગનભાઈ ટમાલિયા, જે.ડી.મકવાણા, બિપીનભાઈ પટેલ, અશોકભાઈ મકવાણા, મુકેશભાઈ પટેલ, ખોડુ સરપંચ સિદ્ધરાજસિંહ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.