બોટાદની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી


બોટાદની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

હાલ સમગ્ર વિશ્વ ટેકનોલોજીના માધ્યમથી આગળ વધી રહી છે ત્યારે બાળકો પ્રાથમિક શિક્ષણથી જ વિજ્ઞાન પ્રત્યેની રસરૂચી કેળવે,વિવિધ શોધો,સંશોધનો અને ટેકનોલોજીનો સદુપયોગ કરે તે હેતુથી શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીના માર્ગદર્શન હેઠળ શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકો મહેશભાઈ કાલીયા અને ગાયત્રીબેન મોજીદ્રા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગણિત વિજ્ઞાનના મોડલો અને તમામ સાધનોનું પ્રદર્શન ગોઠવામાં આવ્યું અને વિવિધ પ્રયોગોનું બાળકોને નિદર્શન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સુંદર આયોજન અને કાર્યક્રમ બદલ શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રનીએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.