શ્રીમતી સી.એમ. સુથાર હાઇસ્કુલ જીતપુરમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

શ્રીમતી સી.એમ. સુથાર હાઇસ્કુલ જીતપુરમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો.


આજરોજ શ્રીમતી સી.એમ. સુથાર હાઇસ્કુલ જીતપુરમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ હેઠળ માનસિક બીમારીને ઓળખી શકાય અને એની સારવાર થઈ શકે તે માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં કોટેજ હોસ્પિટલ ભિલોડામાંથી ડોક્ટર બિન્ત્તલબેન પટેલ તથા જ્યોતિબેન પધારેલ હતા. જેઓએ વિદ્યાર્થીઓને માનસિક રોગો વિશે સુંદર માહિતી આપી હતી આ ઉપરાંત માનસિક રોગ થવાના કારણો અને લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓમાં માનસિક બીમારીને લગતી ગેરમાન્યતાઓ અને હકીકતો તથા ડિપ્રેશન, હતાશા,ચિંતા કેવી રીતે દૂર થઈ શકે તે માટે તથા તરુણાવસ્થા દરમિયાન કિશોરો અને કિશોરીઓને સતાવતી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વિશે માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓનુ કાઉન્સિલિંગ કર્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.