ભચાઉ તાલુકા આરોગ્ય કચેરી દ્રારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી કરાઈ
તા ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી અંતર્ગત ભચાઉ તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિહ ના માર્ગદર્શન થી તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર આધોઇ, જંગી, સામખીયારી, જુના કટારીયા, ધોળાવીરા, મનફરા, આમરડી,અર્બન ભચાઉ મધ્યે તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો માં શિબિર, જૂથ ચર્ચા દ્રારા ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો ની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
આ વર્ષ ૨૦૨૩ ની થીમ " ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ" ને સાર્થક કરવા ડેન્ગ્યુ અટકાયત માટે લોકો જાગૃત થઈ આ અભિયાન માં વધુ માં વધુ સહયોગ આપે તે અર્થે ડેન્ગ્યુ ના અટકાયત માટે નિદાન, સારવાર ,અટકાયતી પગલાઓ ની માહીતી શિબિર, પ્રદર્શન, જુથ ચર્ચા, પત્રીકા વિતરણ વગેરે દ્રારા ગામો મા મેડીકલ ઓફીસર ડો.શાલિનિ ટેકચંદાણી , ડો.ભુમિકા ગજેરા, ડો.સુનીલ જાની , ડો.સન્ની કરમટા, ડો.અનીષા લાખાવા, ડો.હિરલ પાલડીયા , ડો.પ્રકાસ રાવલ ના માર્ગદર્શન અંતર્ગત જન જાગૃતિ નું આયોજન કરાયુ હતુ.
પ્રા.આ.કેંદ્ર દ્રારા ગામો મા આયોજન કરી લોકો ને ડેન્ગ્યુ અટકાવવા માટે માહિતગાર કરાયા હતા. આરોગ્ય કર્મચારીઓ એ ડેન્ગ્યુ ના અસરકારક અટકાયત માટે જન જાગૃતી કેળવાય અને જન સમુદાય ની સક્રિય ભાગીદારી મેળવવા માટે ગામ લોકો સાથે શિબિર , જુથ ચર્ચા દ્રારા લોકો ને ડેન્ગ્યુ મચ્છર જન્ય રોગ હોઈ, ડેન્ગ્યુ ના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણી મા થતા હોઇ મચ્છર ઉત્પતી ના થાય તેટલા માટે ઘર ના પાણી ભરાયેલ તમામ પાત્રો હવા ચુસ્ત ઢાકણ થી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડીયે એક વાર પાણી ના પાત્રો ખાલી કરી, ઘસી ને સાફ કરી ને ફરી થી ભરવા, ફ્રીજ ની ટ્રે, પક્ષી કુંજ, ભંગાર,ટાયર, ખાડાઓ મા પાણી એકઠુ થવા ના દેવુ, ખાડા ખાબોચિયા માટી થી પુરી દેવા, મચ્છર દાની મા સુવા, ઘર ના બારી બારણા મા નેટ રાખવી વગેરે માર્ગદર્શન આપવામા આવેલ. સાથે મચ્છર ના પોરા અને પોરા ભક્ષક માછલી નિદર્શન દ્રારા લોકો ને માહિતગાર કરેલ. માહીતી , આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઇ દરજી, ટી.એચ.વી. ચેતનાબેન જોષી, એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર , એમ.ટી.એસ. કૌશિક સુતરીયા, પ્રા.આ.કેંદ્ર ના સુપરવાઇઝરો ખેંગાર મકવાણા , કિર્તી વરચંદ, દેવેન્દ્ર ધવલ, વિપુલ વાઘેલા, સૂર્યકાન્ત પરીખ, રિતેશ રાઠવા, વિજય શ્રીમાળી,સી.એચ.ઓ.નોડલ જીત મેરિયા, તેજસ રાઠોડ તેમજ આરોગ્ય કાર્યકરો દ્રારા આપવામાં આવેલ.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.