વ્યાજખોરે ઇમિટેશનના વેપારીને ધમકાવી દુકાનની ચાવી પડાવી લીધી
વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ 25 વર્ષ જૂનો મિત્ર ધમકી દે’તો
સામાકાંઠા વિસ્તારમાં ઇમિટેશનનો ધંધો કરતાં અને મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસેની આરાધના સોસાયટીમાં રહેતા વેપારીને પૈસાની જરૂર પડતા તેના 25 વર્ષ જૂના મિત્ર પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હોય જેના કટકે-કટકે 2.40 લાખ વ્યાજ અને ચાર લાખ મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ વધુ 12 લાખ માગી ધમકાવી સંત કબીર રોડ પર આવેલી દુકાનની ચાવી પડાવી ગયાની ફરિયાદ કરી હતી જ્યારે અન્ય મિત્રને એક લાખ આપી આરોપીએ મકાનની ફાઇલ પરત નહ આપી. પોલીસે વ્યાજખોર શખ્સની ધરપકડ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.