આટકોટ ગુંદાળા રોડ પર આવેલ ચેકડેમ નર્મદા નીરથી ઓવરફલો
આટકોટ ગુંદાળા રોડ પર આવેલ ચેકડેમ નર્મદા નીરથી ઓવરફલો
ગુંદાળા રોડ પર આવેલા ગોવિંદ દડો નદી ચેક ડેમમાં પ્રથમ વખત નર્મદા નીર છોડવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. આજુબાજુ વિસ્તારના ૨૦૦ ખેડુતોને કુવાના તળ બોરવેલના તળ ઊંચા આવશે. જેથી ખેડૂતોને શિયાળા પાક માટે લાભદાયક રહેશે. જંગવડનાં સરપંચ દિનેશભાઇ જણાવ્યું હતું કે જંગવડ આટકોટ ગુંદાળા સહિતનાં ખેડુતોને આ નર્મદાના નીર આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. જેમાં ચેકડેમ માં પ્રથમ વખત નર્મદા નીર છોડવામાં આવ્યું છે જેથી 200 જેટલા ખેડૂતોને શિયાળું પાકને સારું રહેશે ખેડૂતોએ સરકારનો, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર માન્યો હતો. અને ખેડૂતોએ નર્મદા નીરને વધાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.