વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ પાસે જજીસ કવાર્ટર બનાવવા જગ્યા ફાળવવા ટિમ ગબ્બર ની રજુવાત
વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ પાસે જજીસ કવાર્ટર બનાવવા જગ્યા ફાળવવા બાબતવિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા માહિતી અને રજૂઆતો મળી છે કે, વિસાવદરમાં હાલ ત્રણ કોર્ટ ચાલે છે અને ન્યાયાધીશ માટે રહેવા માટે ક્વાર્ટરની વ્યવસ્થા નથી છેલ્લા દસ વર્ષથી કવાર્ટર મંજુર થયેલ છે પણ તે માટેની જગ્યાની ફાળવણી કરવામાં આવેલ નથી અને ન્યાયાધીશ સાહેબોને ફરજિયાત ભાડાના મકાનમાં રહેવા જવું પડતું હોય તે મકાન કોર્ટ પ્રિમાઇસીસથી ઘણું દૂર હોય આવવા જવામાં ઘણી મોટી અગવડતાઓ પડતી હોય અથવા તો જુનાગઢથી અપડાઉન કરવું પડતું હોય તેના કારણે અગવડતાઓ ઉભી થતી હોય તેથી વિસાવદર કોર્ટમાં ફરજ બજાવતા ત્રણેય ન્યાયાધીશ સાહેબો માટે નવા આધુનિક સુવિધાઓ વાળા કવાર્ટર બનાવવા અમારી માંગ સાથે રજુઆત છે તાજેતરમાં વિસાવદરના માંડાવડ ગામમાં દશ હજાર વાર જગ્યા નવા કોર્ટ બિલ્ડીંગ માટે ફાળવવામાં આવેલ છે તેની બાજુમાં હજુ સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં સરકાર દ્વારા વધુ દશ હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવામાં આવે તે જરૂરી છે અને તે જગ્યાએ જજોના કવાર્ટસ બનાવવામાં આવે તો કોર્ટ પ્રિમાઇસીસ તથા કવાર્ટર બાજુ બાજુમાં બની શકે તેમ છે આ જગ્યાએ હાલ કવાર્ટર માટેની જગ્યા ઉપલબ્ધ છે ભવિષ્યમાં અહીં જગ્યા ઉપલબ્ધ ન હોય તેવું બની શકે તેમ છે કારણકે આ જગ્યાની આજુબાજુમાં નવી સરકારી હોસ્પિટલ તથા અન્ય કચેરીઓ માટે જગ્યાની ફાળવણી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે તેથી વહેલામાં વહેલી તકે આ જગ્યાએ જમીનની ફાળવણી કરવામાં આવે તેવી અમો ટિમ ગબ્બરની માંગ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.