સાબરકાંઠા… પ્રાકૃતિક ખેતીમાં બિયારણની માવજત માટે અતિ ઉત્તમ “બીજામૃત”
*પ્રાકૃતિક ખેતીમાં બિયારણની માવજત માટે અતિ ઉત્તમ “બીજામૃત”*
*****
*આવો..જાણીએ “બીજામૃત” કેવી રીતે તૈયાર થાય છે*
***
ભારત ખેતી પ્રધાન દેશ છે. દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ પર ખુબ ભાર મુક્યો છે. પરિણામે તમામ રાજ્યોમાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં અનેક જિલ્લાના ખેડૂતો ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
આવો સૌ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક એવા “બીજામૃત” વિષે માહિતગાર થઈએ.બીજામૃત એટલે બીજ અને અમૃત. જીવામૃત, બીજામૃત અને ઘનામૃત દ્વારા ખેતી કરીને જમીનની ફળદ્રુપતા વધે છે. પ્રાકૃતિક કૃષિમાં ઘનામૃત,જીવામૃત અને બીજામૃતનું ખુબ મહત્વ છે. આજે જાણીએ બિયારણની માવજતમાં બીજામૃતની ઉપયોગીતા વિશે.
ખેડૂત મિત્રોએ વાવણી કરતા પહેલાં બિયારણને માવજત એટલે કે પટ આપવો ખૂબ જરૂરી છે. તેના માટે બીજામૃત ઉત્તમ છે. જીવામૃતની જેમ જ બીજામૃતમાં પણ સરખી જ વસ્તુઓ નાખવામાં આવે છે જે આપણી પાસે કોઈ પણ ખર્ચ વગર ઉપલબ્ધ હોય છે.
બીજામૃત બનાવવા માટે ઉપયોગી વસ્તુઓમા દેશી ગાયનું છાણ 5 કિ.ગ્રા, ગૌમૂત્ર 5 લીટર,ચૂનો અથવા કળી ચૂનો 250 ગ્રામ, પાણી 20 લીટર, મુઠ્ઠી ભર ખેતરની માટીનો સમાવેશ થાય છે. આ બધા પદાર્થોને પાણીમાં ભેળવીને ૨૪ કલાક સુધી રાખો. દિવસમાં બે વાર લાકડાની મદદથી એને ઘડીયારની દિશામાં હલાવો. ત્યારપછી બીજની ઉપર બીજામૃત નાખીને એને માવજત આપવાની છે. તે પછી છાયડામાં સૂકવ્યા પછી વાવણી માટે બીજામૃતનો ઉપયોગ કરી શકાય છે.બીજામૃત દ્વારા માવજત આપેલ બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગે છે. મૂળ ઝડપથી વધે છે. છોડ, જમીનજન્ય રોગોથી બચે છે અને સારી રીતે ફૂલે ફાલે છે.
*************
રિપોર્ટર.અલ્પેશ પટેલ. વડાલી
9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.