ખાનપર રોડે વિવેકાનંદ સ્કૂલ પાસે સૂચન કે નોટિસ વિના કચરો નિકાલ માટેનો પોઇન્ટ બનાવવામાં આવ્યો રહીશોમાં ભારે આક્રોશ - At This Time

ખાનપર રોડે વિવેકાનંદ સ્કૂલ પાસે સૂચન કે નોટિસ વિના કચરો નિકાલ માટેનો પોઇન્ટ બનાવવામાં આવ્યો રહીશોમાં ભારે આક્રોશ


ખાનપર રોડ વિવેકાનંદ સ્કૂલ પાસે શક્તિમોલની બાજુમાં કોઈ આગવી સૂચન કે નોટિસ વિના કચરો નિકાલ માટેનું પોઇન્ટ બનાવવામાં આવ્યું છે આ સુવિધા અસ્થાઈ અને અનિયમિત રીતે કાર્યરત હોવાને કારણે પ્રકૃતિ અને આસપાસની નગર વ્યવસ્થા માટે ગંભીર સમસ્યા થઈ ગઈ છે કચરાના આ પોઇન્ટના કારણે જીવલેણ મચ્છરો, જીવાણુ અને અન્ય કીટકોનો આકર્ષણ સ્ત્રોત બની ગયો છે જેના કારણે સ્થાયી વાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે આ પ્રશ્નના ઉકેલ માટે અવાર નવાર અરજીઓ કરવા છતાં પ્રશ્નનો નિકાલ આવ્યો નથી અને આ કચરા પોઇંટના કારણે વૃદ્ધો અને નાના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે આનું જવાબદાર કોણ? આ કચરાના પ્રદૂષણના કારણે જીવાણુજન્ય રોગો, તાવ ચામડી ની બીમારીઓ અને શ્વાસના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે અને આસપાસમાં રહેતા લોકોમાં બીમારીઓનું સંક્રમણ વધી રહ્યું છે આનું જવાબદાર કોણ? જેવા વિવિધ પ્રશ્નો સાથે ખાનપર રોડ વિસ્તારના લોકોએ સંકલિત અધિકારીઓને આવેદનપત્ર આપી યુદ્ધના ધોરણે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગ કરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.