ધો.૧૦માં બેઝિક ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થી પણ A ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે
ધો.૧૦માં બેઝિક ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થી પણ A ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે
સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ હોવું ફરજિયાતનો નિયમ રદ
પ્રવેશની ક્ષમતાને લઈ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કેટલાક નિયમો જાહેર કરવામાં આવશે.
ધોરણ.૧૧ સાયન્સમાં A ગ્રુપમાં પ્રવેશ માટે ધોરણ.૧૦ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ કરવુ ફરજિયાત હોવા અંગેનો નિયમ રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે બુધવારે કરાયેલી જાહેરાત મુજબ, ધોરણ-૧૦માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ A ગ્રુપમાં પ્રવેશપાત્ર ગણવામાં આવશે. પ્રવેશને લઈ મુશ્કેલી અને વ્યવસ્થા ખોરવાય નહી એ માટે શિક્ષણ બોર્ડ દ્વારા કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવશે. આ વખતે સાયન્સમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યાં છે, જેમાં વધુ એક આ નિર્ણય લેવાયો છે.
ધોરણ.૧૦ની બોર્ડ પરીક્ષામાં દર વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થતા હતા. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૧-૨૨થી ધોરણ.૧૦માં બેઝિક એટલે કે સહેલુ ગણિત અને સ્ટાન્ડર્ડ એટલે કે, અધરૂ ગણિત એવા બે વિકલ્પ વિદ્યાર્થીઓને આપવાના શરૂ કર્યા હતા. બે વિકલ્પ આપતી વખતે બોર્ડ દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીએ ધોરણ.૧૦ ગણિત બેઝિક સાથે પાસ કરેલ હોય તે ધોરણ.૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં “B” ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે પરંતુ “A” અથવા “AB” ગ્રુપમાં પ્રવેશ મેળવી ન શકે. A ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય તો સ્ટાન્ડર્ડ ગણિત સાથે જ ધોરણ. ૧૦ પાસ કરવું ફરજિયાત છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ.૧૦ ગણિત
બેઝિક સાથે પાસ કર્યુ હોય અને પાછળથી A ગ્રુપમાં પ્રવેશ લેવાની ઈચ્છા થાય તો એ વિદ્યાર્થીએ પૂરક પરીક્ષા ગણિત સ્ટાન્ડર્ડ સાથે પાસ કરવી પડે. ગત પરીક્ષાની વાત કરવામાં આવે તો બેઝિક ગણિત સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થી ૬,૨૯,૧૨૮ હતી જેની સામે સ્ટાન્ડર્ડમાં માત્ર ૭૦,૦૬૬ વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગણિતના ભયના લીધે સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર ૧૦ ટકા જ વિદ્યાર્થી નોંધાયા હતા. જેથી બોર્ડ દ્વારા વર્ષ- ૨૦૨૧માં લાગુ કરેલ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ ધોરણ ૧૦માં બેઝિક કે સ્ટાન્ડર્ડ કોઈપણ સાથે પાસ થયેલ વિદ્યાર્થી સાયન્સમાં A, AB અને B ગ્રુપમાં પ્રવેશ માટે લાયક ગણાશે
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.