રાજકોટ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે સ્વબચાવ તાલીમનું આયોજન - At This Time

રાજકોટ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે સ્વબચાવ તાલીમનું આયોજન


રાજકોટ તા. ૦૧ જુલાઈ -યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી / કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર કચેરી દ્વારા વિશિષ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટ દ્રારા સૌરાષ્ટ્ર ઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વર્ધન અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી સ્વબચાવ તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા,જમવા અને પ્રવાસભાડું સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ શિબિર પાંચ દિવસની નિવાસી શિબિર રહેશે. આ તાલિમ શિબિરમાં એન.સી.સી., એન.એસ.એસ., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૫/૫, બહુમાળી ભવન રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેથી અરજી ફોર્મ મેળવી સાથે જરૂરી આધાર પુરાવા સ્વ-પ્રમાણિત કરી તા. ૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ કચેરી સમય દરમ્યાન મોકલી આપવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.એસ.દિહોરાની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.