ટીંટોઈ ગામની મહિલાઓ સખીમંડળ યોજનાથી અનેક મહિલાઓ બની પગભર. - At This Time

ટીંટોઈ ગામની મહિલાઓ સખીમંડળ યોજનાથી અનેક મહિલાઓ બની પગભર.


સખી મંડળ યોજના એટલે મહિલા સશક્તિકરણ નું આગવું ઉદાહરણ.
ઉનાળામાં હવાઈ ચંપલના ઓર્ડર સારા પ્રમાણમાં મળે છે, અમે ગામની અન્ય મહિલાઓ સાથે રોજગારી મેળવી રહ્યા છીએ : જ્યોત્સનાબેન સોલંકી.

ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં અડીખમ રહેતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સખી મંડળ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના એટલે મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ છે,અંતરિયાળ ગામની મહિલાઓને કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખી મંડળ એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે.

અરવલ્લી જિલ્લામાં ટીંટોઈ ગામની મહિલાઓ પરમહંસ સખી મંડળ થી રોજગારી મેળવીને પરિવારનેં મદદરૂપ થઈ રહી છે. આ સખી મંડળમાં હવાઈ ચંપલ બનવવામાં આવે છે. જે ઓર્ડર પ્રમાણે બનાવવામા આવે છે.જેમાં સખી મંડળના સભ્ય જ્યોત્સનાબેન જણાવે છે,'તેઓ ગામની અન્ય મહિલાઓ સાથે આ મંડળમાં હવાઈ ચંપલ બનાવીએ છીએ. અમને સારી એવી રોજગારી મળી રહી છે તેનાથી અમારો ઉત્સાહ વધે છે. દરેક મહિલા પોતાના પરિવારને પોતાના બાળકોનેં મદદ કરી. અમે બે વર્ષથી સખી મંડળમાં કામ કરી રહ્યા છીએ ત્યારે એકબીજાની સાથે લાગણી ભર્યા સંબંધો પણ વિકસાવશે જ્યારે કોઈ પણ એવો પ્રશ્ન આવે છે ત્યારે અમે એકબીજાને પડખે ઊભા રહીએ છીએ, એટલે આ સખી મંડળ થકીજ અમે એકબીજાના સહભાગી થયા છીએ, સરકારની આ યોજના થકી અમારા પરિવારનેં મદદરૂપ થઈ શક્યા છે તે માટે સરકારનો આભાર માનીએ છીએ '

રાજ્યમાં ગામડાઓમાં નાના-નાના સખી મંડળો બનાવી આર્થિક સદ્ધરતા આવે તે માટે સરકાર દ્વારા સખી મંડળોને સહાય અને લોન આપવાાં આવે છે. .ત્યારે અરવલ્લી જિલ્લાના ટીટોઇ ગામની મહિલાઓએ પગરખા બનાવવાના મશીનો વસાવ્યા અને પગરખાની તાલીમ લીધા બાદ આ મહિલાઓએ પગરખા બનાવવાનું કાચું મટીરીયલ ખરીદે છે અને હવાઈ ચંપલ બનાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.