ચાપરડા સુરૈવધામ ખાતે સંતશ્રી મુકતનંદ બાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણીમા અવસરે ગુરૂવંદનાનું ભાવ સભર આયોજન - At This Time

ચાપરડા સુરૈવધામ ખાતે સંતશ્રી મુકતનંદ બાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણીમા અવસરે ગુરૂવંદનાનું ભાવ સભર આયોજન


ચાપરડા સુરૈવધામ ખાતે સંતશ્રી મુકતનંદ બાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણીમા અવસરે ગુરૂવંદનાનું ભાવ સભર આયોજન
ઇશ્વર દર્શન માટે ગુરુકૃપા જોઈએ અને ગુરુકૃપા માટે ઇશ્વરકૃપા જોઈએ, જીવનમાં એક સાચો ગુરુબોધ, એક ઇશ્વર બરાબર છે. ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે. ગુરુ મુખે જ્ઞાાન પમાય, ગુરુની સેવાથી જ્ઞાાન અને યોગથી શાંતિ મળે છે. ગુરુશ્ચર્યા જ્ઞાાનં શાન્તિં યોગેન વિન્દતિ- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી, કુલપતિ
જૂનાગઢ તા.૨૨, અષાઢ મહિનાની પૂર્ણિમાનો દિવસ પરંપરાગત ગુરુપૂર્ણિમાના અવસર તરીકે ઉજવવામાં આવે છે. સાથે મહર્ષિ વ્યાસજીને યાદ કરવાનો અવસર પણ છે.જૂનાગઢ જિલ્લાનાં ચાપરડા સૂરૈવાધામનાં સંતશ્રી મુક્તાનંદજી બાપુની નિશ્રામાં ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ સંતશ્રીની ગુરૂવંદના કરી આશિષ મેળવ્યા હતા. ગુરૂપૂર્ણિમાં પર્વની મહત્વતા વર્ણવતા ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ગુરૂરૂપી જ્ઞાનનો પ્રકાશ હંમેશા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. મનુષ્ય જીવન ગુરુઓનનાં શાણપણ, કરુણા અને માર્ગદર્શન માટે આભારી છે. ગુરુઓના ઉપદેશો વ્યક્તિને જીવનમાં મહાનતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. ગુરુઓની દૈવી કૃપા હંમેશા જીવનને સદાચારના માર્ગ તરફ દોરી જાય તેવી હોય છે. ગુરુઓના આશીર્વાદ તમામ પડકારોને દૂર કરવા માટે શક્તિ આપે છે,ગુરૂવંદનાનાં અવસરે આપણા ગુરુઓની શાણપણ અને ઉપદેશોનું સન્માન કરીએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા જ્ઞાન અને શાણપણના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ ગુરુઓને વંદન કરીએ આ તકે મુક્તાનંદ બાપુએ શિષ્યવૃંદ અને શ્રાવકોને સંબોધતા જણાવ્યુ હતુ કે પંચાંગ જોઇએ તો ખ્યાલ આવે કે આપણી સાંસ્કૃતિક પરંપરા કેટલી મહાન છે. એક પણ પૂનમ એવી નથી કે એ દિવસે કોઈ તહેવાર ન હોય. દેવ દિવાળી, હોળી, હનુમાન જયંતી, બુધ્ધપુર્ણિમા, રક્ષાબંધન, કબીર જયંતી, પોષી પુનમ વગેરે તે જ રીતે અષાઢી પૂનમ ગુરૂ વંદનાનો અવસર છે. મનુષ્ય જીવનમાં ગુરુ મહિમા અપરંપાર હોય પ્રસ્થાપિત પરંપરા છે, વેદ કાળથી છે શ્રી રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્ર, શ્રી કૃષ્ણ-સુદામાના ગુરુ સાંદિપની, શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદાચાર્ય, કબીર સાહેબના ગુરૂ રામાનંદ,પાંડવોના ગુરૂ દ્રોણાચાર્ય, વિવેકાનંદજીના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ, દત્તાત્રેયના ૨૪ ગુરુ હતા. શીખ ધર્મમાં તો ગુરુ નાનકજીથી અદ્યાપિ એક આખી ગુરુ પરંપરા પ્રસિદ્ધ છે, જૈન ધર્મના નવકારમંત્રમાં પ્રચ્છન્ન ગુરુવંદના છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનના ગુરુ સ્વયં શ્રીકૃષ્ણ છે. જીવનમાં અજ્ઞાનના અંધકાર દૂર કરે સાથે પ્રેરણા અને માર્ગદર્શન સાથે ઈશ્વર સાક્ષાત્કારનો માર્ગ શીખવે એ ગુરુ છે. વિદ્યાર્થી કાળે વિદ્યાભ્યાસ દ્વારા જીવન પ્રગતિમય અને સંસ્કારસભર બનાવે એ ગુરૂ છે. આવો આ અવસરે ગુરૂવંદનામાં સામાજીક કુરીવાજો, અંધશ્રધ્ધા ત્યજી વ્યસનમુક્ત બની શ્રેષ્ઠ સમાજનાં નિર્માણ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિનાં શિખરે પહોંચાડવા યોગદાન આપીએ.આ પ્રસંગે યુનિ.નાં રજિસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયા, પણ ગુરૂવંદનામાં જોડાયા હતા.

રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image