હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી., - At This Time

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,


હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,

આગામી સમયમાં ભારત દેશના વડાપ્રધાનશ્રી ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોઇ જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.શ્રી.ડી.સી.સાકરીયા,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન અ.હે.કોન્સ.ભાવિનકુમાર રસિકલાલ બ.નં-૪૮૧ તથા આ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઈ બ.નં- ૯૦ નાઓને તેમના ખાનગી બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમી હકિક્ત અન્વયે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૭૨૩૦ ૯૮૦/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ-૮(સી),૨૦(બી), ૨૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી નારણભાઈ રધાભાઈ સોલંકી. ઉર્ફે નાગજીભાઈ બલુભાઈ બેગડીયા હાલ રહે. ટેબા ફળો, કોટડા ઘઢી, તા.પોશીના જી.સાબરકાંઠા મુળ રહે.ચાંગોદ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાવાળો હિંમતનગર આર.ટી.ઓ સર્કલ ઇડર જતા રોડ ઉપરથી મળી આવતાં સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.