ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલ નંગ-૪૮૦ સાથે મળી કુલ રૂ. ૬,૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલ નંગ-૪૮૦ સાથે મળી કુલ રૂ. ૬,૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોઇ લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોઇ મહે.કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાબરકાંઠા હિંમતનગર નાઓએ જાહેરાનામાં નંબર-પી.ઓ.એલ.-૨/મકરસંક્રાંતિ/જાહેરનામુ/ વશી/૫૭૯/૨૦૨૪ તા.૧૮/૧૨/૨૦૨૪ થી જાહેરનામું પ્રસિધ્ધ કરી ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટીકની દોરી, કાચ પાયેલી, સિન્થેટીક, માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય જેની અમલવારી સંબંધે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. તથા એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.હે.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.

ઉપરોકત ટીમના માણસો તા.૦૯/૦૧/૨૦૨૫ના રોજ ઉપરોકત જાહેરનામા અંગેની અમલવારી સંબંધે હિંમતનગર શહરે વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સહકારી જીન ચાર રસ્તા નજીક જતા એ.એસ.આઈ વિક્રમસિંહ તથા ડ્રા.પો.કો નરેન્દ્રસિંહ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “ બેરણા આગીયોલ ચોકડી પુલ નીચે એક સફેદ કલરનુ મહીન્દ્રા બોલેરો પીકઅપ ડાલુ નંબર-RJ.30.GB.1889 માં એક ઇસમ ચાઈનીઝ દોરીના ટેઈલરો લઇ આપવા સારૂ ઉભેલ છે.” જે બાતમી હકીકત આધારે બેરણા આગીયોલ ચોકડી પુલ નીચે જતા બાતમી મુજબનું બોલેરો ડાલુ નંબર- RJ.30.GB.1889 ઉભેલ હોઇ જે ડાલામાં ડ્રાઇવર સીટમાં એક ઇસમ હાજર હોય તેને નીચે ઉતરી ડાલામાં જોતાં ચાઈનીઝ દોરીના ટેઈલર મળી આવતાં આ "HERO PLUS" ચાઈનીઝ દોરીના ટેઈલર નંગ-૪૮૦ ની કિંમત રૂ.૧,૨૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા મહીન્દ્રા બોલેરો પીકઅપ ડાલુ
નંબર-RJ.30.GB.1889 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬.૨૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી મળી આવેલ ઇસમને અટક કરી આરોપીઓ વિરૂધ્ધમાં ગાંભોઇ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નં.૧૧૨૦૯૦૧૪૨૫૦૦૨૯/૨૦૨૫ ભારતીય ન્યાયસંહિતા ૨૦૨૩ ની કલમ.૨૨૩, ૫૪ તથા જી.પી. એક્ટ (૧૯૫૧)ની કલમ.૧૧૭, ૧૩૧ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image