ગાયત્રી પરિવાર દ્વારા ડુગરવાડા હાઇસ્કુલ માં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ગાયત્રી શક્તિપીઠ મોડાસા ગાયત્રી મંદિર મોડાસા ના સહયોગથી શ્રીમતી એમ કે કડકીય વિદ્યાલય ડુગરવાડા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગાયત્રી પરિવાર તરફથી સોમાભાઈ બારોટ દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ કે જેમણે ખૂબ જ કઠોર પરિશ્રમ કરી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તેના ઉદાહરણો દ્વારા બાળકોને જીવનમાં કઠોળ પરિશ્રમ એ જ શ્રેષ્ઠ વિકલ્પ સમજાવ્યો હતો. ડોક્ટર મુકેશભાઈ પટેલ સાહેબ દ્વારા પણ બાળકોને એક જ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ ન બતાવતા વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય કેવી રીતે બતાવવું તેનું ઊત્તમ ઉદાહરણ આપ્યું હતું.
શાળાના આચાર્યશ્રી દ્વારા પણ મહેમાનોએ જે વક્તવ્ય આપ્યા તથા જીવનમાં જે કંઈ પણ ક્ષેત્રમાં જાઓ તે ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરવું તેવું સમજાવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.