બોટાદ નગરપાલિકા દ્વારા કચરાના ચાલતા ટ્રેક્ટરોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા
બોટાદ નગરપાલિકાના ચાલતા ટ્રેક્ટરોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા
બોટાદમાં ખૂલ્લા ટ્રેક્ટરમાં કચરો એકત્ર કરાતો હોવાથી અડધો કચરો તો રોડ પર જ.
સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, આમ સ્વચ્છ થશે?
ડોર ટુ ડોર કચરાની કામગીરી સામે ઉઠતા અનેક સવાલો
બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પરંતુ આ કોન્ટ્રાક્ટર ખુલ્લા ટ્રેક્ટરમાં કચરો ભેગો કરતા હોવાથી ખુલ્લા ટ્રેક્ટરમાંથી કચરો રોડ પર ઢોળતો હોવાથી શહેરના વિસ્તારના માર્ગો પર ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તેથી,શહેરીજનો વહેલી તકે બંધ ગાડીઓમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા ઈચ્છી રહ્યા છે.બોટાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવેલ છે.સુકો લીલો બન્ને પ્રકારનો કચરો એકજ ટ્રેલરમા નાખવામા આવે છે તેમાં કોઈ અલગ વિભાગો પાડવામાં આવ્યાં ન હોવાથી સુકો અને ભીનો કચરો ભેગો થતો હોવાથી દુર્ગંધ મારે છે.અને જ્યારે ટ્રેલર આખુ ભરાય જતા આ કચરો ખુલ્લા ટ્રેકટરમાંથી ઉડીને રોડ ઉપર ઢોળાતો હોવાથી શહેરની શેરીઓ વિસ્તારમાં દુર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે.અને આવી સ્થિતિ થતી હોવાથી ટ્રેકટર ની અંદર રહેલ વર્કરને મોટી બીમારીનો ખતરો થઇ શકે છે. વિસ્તારની અંદર કચરો લેવા માટેના અમુક ટ્રેકટરો નંબર પ્લેટનો પણ અભાવ જોવા મળે છે તંત્ર દ્વારા કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ બોટાદના નગરજનો ઈચ્છી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.