પતિથી છુટા પડ્યા બાદ કૌટુંબિક જેઠ નિકાહ માટે દબાણ કરતો હતો, 14 તારીખે હુમલામાં ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત - At This Time

પતિથી છુટા પડ્યા બાદ કૌટુંબિક જેઠ નિકાહ માટે દબાણ કરતો હતો, 14 તારીખે હુમલામાં ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે.ગત 14 મી એ કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ 80 ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં પતિથી છૂટા થયા પછી ત્રણ સંતાન સાથે રહેતી મુસ્લિમ મહિલાને રાતે 12.30 વાગ્યે રામનાથપરામાં રહેતાં તેના પૂર્વ કુટુંબી જેઠના દીકરા અને જમાઇએ ફોન કરી દરવાજો ખોલાવડાવી છરીના ઘા પેટ-છાતી-હાથમાં ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. હુમલામાં ઘાયલ મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતી તેનું આજે મોત થતાં બનાવ હત્યામાં પલટયો છે. પતિ સાથે તલ્લાક થયા પછી કુટુંબી જેઠ સાથે નિકાહની વાત ચાલતી હોઇ પણ જેઠ આ મહિલાના આગલા સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોય તેથી તેણે નિકાહની ના પાડી દીધી હતી. આ કારણે પૂર્વ કુટુંબી જેઠ સાથે ડખ્ખો ચાલતો હતો. દરમિયાન જેઠના દીકરા, જમાઇએ ઓચિંતા આવી હીચકારો હુમલો કર્યો હતો.જે જીવલેણ નીવડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.