વિછીયા તાલુકાના જનડા,હાથસણી અને છાસીયા ગામના યુવાનોએ ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા વતન કે રખવાલે ભવ્ય સામૈયા સ્વાગત રેલી યોજાય - At This Time

વિછીયા તાલુકાના જનડા,હાથસણી અને છાસીયા ગામના યુવાનોએ ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા વતન કે રખવાલે ભવ્ય સામૈયા સ્વાગત રેલી યોજાય


વિંછીયા તાલુકાના જનડા ગામના સૈનિક વાહાણી અલ્પેશભાઈનું ભવ્ય સ્વાગત અને રેલી વિંછીયા નવા બસ સ્ટેન્ડ ખાતેથી જનડા ગામ સુધી, છાસીયા ગામના સૈનિક ભાલાળા રાહુલભાઇનું ભવ્ય સ્વાગત ચોટીલાના લાખણકા ગામથી છાસીયા ગામ સુધી, તેમજ હાથસણી ગામના સૈનિક ધોરીયા સંજયભાઈનું ભવ્ય સ્વાગત વિંછીયા નવા બસ સ્ટેન્ડ ખાતેથી હાથસણી સુધી યોજાઈ હતી. પાંચાળ પ્રદેશના યુવાનોની અથાગ પરિશ્રમ કરી ભારતીય સૈન્યમાં સિલેક્ટ થયા હતા. ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી વતન આવતા ત્રણે યુવાનોને આવકારવા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સ્વાગત રેલીમાં ભારત માતાકી જય અને વંદે માતરમ્ નાં નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. "વતનકે રખવાલે સમારોહનાં" સારથી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વિર જવાનોને ભારત માતાની છબી આપી હાર પહેરાવી અને છાલ ઓઢાડી અદકેરૂ સન્માન કર્યું હતું. કાર્યક્રમમા વિર જવાનોને વધાવવા જનડા ગામનાં સરપંચ સંજયભાઈ બાવળીયા, હાથસણી સરપંચ દિનેશભાઇ ડેકાણી, છાસીયા સરપંચ ઝવેરભાઈ રાઠોડ અને યુવા કાર્યકર સંજયભાઈ ધોરીયા હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ વિધાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. અને કાર્યક્રમને ઉજળો બનાવ્યો હતો આ તકે તમામ સહયોગીઓનો વિનોદભાઈ વાલાણીએ આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image