જામનગર જિલ્લામાં નવરાત્રી-દશેરાના તહેવારો દરમિયાન સુરક્ષા ની દ્રષ્ટિએ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણ સજજ નવરાત્રી દરમિયાન લુખ્ખા ગીરી કરનાર ટપોરીઓની ખેર નથી ખાનગી વેશમાં પણ પોલીસની અલગ અલગ ટુકડીઓ જિલ્લામાં દોડતી થશે - At This Time

જામનગર જિલ્લામાં નવરાત્રી-દશેરાના તહેવારો દરમિયાન સુરક્ષા ની દ્રષ્ટિએ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણ સજજ નવરાત્રી દરમિયાન લુખ્ખા ગીરી કરનાર ટપોરીઓની ખેર નથી ખાનગી વેશમાં પણ પોલીસની અલગ અલગ ટુકડીઓ જિલ્લામાં દોડતી થશે


જામનગર જિલ્લામાં નવરાત્રી-દશેરાના તહેવારો દરમિયાન સુરક્ષા ની દ્રષ્ટિએ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણ સજજ

જામનગર શહેર અને જિલ્લામાં આવતીકાલથી નવરાત્રી અને દશેરાના તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ને લઈને જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે, અને લોકો મન ભરીને નવરાત્રીનો તહેવાર માણી શકે, અને મોડે સુધી રાસ ગરબા ની રમઝટ બોલાવી શકે, ઉપરાંત નાના મોટા વેપારીઓ પણ પોતાના વેપાર ધંધા મોડે સુધી કરી શકે, તે માટેની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.

જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ એ જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવ ના તહેવાર તેમજ દશેરાના તહેવાર દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તે માટે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે, અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં આજે એક મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં શહેર વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી નયના ગોરડીયા તેમજ ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી દેવધા, તથા અન્ય પોલીસ અધિકારીઓ, એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયા, એસ. ઓ. જી. ના પી.આઇ. બી. એન. ચૌધરી તમામ પોલીસ સ્ટેશનના પી.આઇ. વગેરે જોડાયા હતા, અને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. નવરાત્રિના તહેવારો દરમિયાન કોઈપણ સ્થળે અનિચ્છનીય ઘટના ન બને, તે માટે ચાંપતો સુરક્ષા બંધોબસ્ત ગોઠવવામાં આવશે, ઉપરાંત એસઆરપીના જવાનો અને હોમગાર્ડના જવાનોની પણ મદદ લેવાશે. લોકો મોડી રાત્રી સુધી નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા લઈને માતાજીની આરાધના કરી શકે, તેમજ બહેન દીકરીઓની સુરક્ષા જળવાઈ રહે, તે માટે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.જામનગરના પોલીસ કંટ્રોલરૂમ માં અલગથી પોલીથસ ટિમની નિમણૂક કરવામાં આવી છે, અને કોઈ પણ ઘટના બનશે, તો તે સ્થળે તુરતજ પોલીસ ટુકડી પહોંચીને યોગ્ય કાર્યવાહી કરી શકે, તે અંગેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

નવરાત્રી દરમિયાન લુખ્ખા ગીરી કરનાર ટપોરીઓની ખેર નથી

ખાનગી વેશમાં પણ પોલીસની અલગ અલગ ટુકડીઓ જિલ્લામાં દોડતી થશે

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ સ્થળે ટપોરી અથવા નશાબાજો દ્વારા નવરાત્રીમાં ખલેલ પહોંચાડવા માટેનો પ્રયાસ કરાશે, તો તેઓની ખેર નથી. તે માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, અને ખાનગી વેશમાં પોલીસ ની ટુકડીઓ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે.
તમામ પોલીસ અધિકારીઓ પણ સમગ્ર નવરાત્રી મહોતસ્વ દરમિયાન પેટ્રોલિંગ કરશે. ખાનગી વેશમાં મહિલા પોલીસ કર્મચારીઓ સહિતની ટુકડી અલગ અલગ વિસ્તારમાં ફરશે, અને કોઈ નશાબાજ અથવા તો ટપોરી જેવા તત્વો દેખાશે, તો તેઓ સામે ત્વરિત એક્શન લેવામાં આવશે, અને પોલીસ ફરિયાદ દાખલ કરી કડક પગલાં ભરવામાં આવશે, તેમ પણ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.