બે પોલીસ કર્મીએ કપડાં ફાડી રિક્ષાચાલકને ઢસડી માર માર્યો, લોકોએ બન્ને કર્મીએ દારૂ પીધાનો આક્ષેપ કર્યો
રાજકોટના રેલવે સ્ટેશનમાં મારામારી અને ધમાલના લાઈવ દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક રિક્ષાચાલકને બે પોલીસ કર્મીએ માર માર્યો હતો. બન્ને જવાન રિક્ષાચાલકને માર મારતા વીડિયોમાં કેદ થયા છે. વીડિયોમાં અન્ય રિક્ષાચાલકો એકત્ર થતા જોવા મળે છે અને આક્ષેપ કરી રહ્યા છે કે, જુઓ આ બન્ને પોલીસવાળાએ દારૂ પીધો અને રિક્ષાચાલકને માર મારે છે. સાથી પોલીસ કર્મચારીઓએ રોકતા કપડા ફાડી ઝપાઝપી કરી હતી. આ બન્ને પોલીસ કર્મી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના બે જવાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.