૯ ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” – આરોગ્ય સેવાઓ અને સુખાકારી
*૯ ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” – આરોગ્ય સેવાઓ અને સુખાકારી*
(ખાસ લેખ -૧)
...........
*રાજ્યમાં કુલ ૧.૦૩ કરોડ આદિજાતી બાંધવોનું એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત નિ:શુલ્ક સ્ક્રીનીંગ કરાયું*
...........
*જેમાંથી ૭.૩૬ લાખ સિકલ સેલ વાહક અને ૩૨ હજાર જેટલા સિકલ સેલ અનિમિયા રોગના દર્દી નોંધાયા*
............
*ભારત સરકાર દ્વારા તારીખ ૧ જુલાઈ ૨૦૨૩ના રોજ ૧૭ રાજ્યમાં નેશનલ સિકલસેલ એનિમિયા મિશન ૨૦૪૭ નો શુભારંભ કરાયો*
*ગુજરાતમાં વર્ષ ૨૦૦૬ થી સિકલસેલ કંટ્રોલ પ્રોગ્રામ કાર્યરત*
સિક્લસેલ એનિમિયાનું પ્રાઈમારી સ્કીનીંગ DTT ટેસ્ટ દ્વારા કરાય છે અને કન્ફર્મેશન માટે HPLC ટેસ્ટ કરવામાં આવે છે
આદિજાતિ જીલ્લાની આંગણવાડી, શાળાઓ અને કૉલેજમાં R.B.S.K. ટીમ અને ગ્રામ્ય કક્ષાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં અને સિકલ સેલ કાઉન્સીલર દ્વારા સ્ક્રીનીંગની કામગીરી કરાય છે
............
*હાલ રાજ્યમાં ૨.૫૬ કરોડ આયુષ્માનકાર્ડ ધારકો પૈકી આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓના કુલ ૧.૦૪ કરોડ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ છે*
............
*વર્ષ ૨૦૨૩-૨૪ માં આ ૧૪ જિલ્લાઓના કુલ ૪.૧૩ લાખ લાભાર્થીઓના ક્લેઇમ પેટે કુલ રૂ. ૧૧૩૯.૮ કરોડની રકમ ચૂકવાઇ*
............
રાજ્યના ૧૪ આદિજાતી બહુલ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ૨,૭૭૮ પેટા આરોગ્ય કેન્દ્ર, ૪૨૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૮૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર સેવામાં કાર્યરત
............
*૧૪ માંથી ૯ જિલ્લામાં મેડિકલ કૉલેજમાં કુલ ૨૦૦૦ જેટલી મેડિકલ બેઠકો કાર્યરત*
*બાકીના ૫ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ ટુંક સમયમાં કાર્યરત બનશે*
***********************
૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર હંમેશા વનબંધુઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રયત્નશીલ રહી છે.રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પણ આદિજાતી બંધુ-ભગીનીઓની આરોગ્ય સુખાકારી માટે હંમેશાથી પ્રો-એક્ટિવ કામગીરી કરવામાં આવી છે.
*ગત વર્ષે ૧ જુલાઇ ૨૦૨૩ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ૧૭ રાજ્યોમાં નેશનલ સિકલસેલ એનિમિયા મિશન ૨૦૪૭નો શુભારંભ કરાવ્યો છે. આ મિશન અંતર્ગત વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલસેલ અનેમીયા રોગનું નાબુદી કરવાનું મિશન છે.*
*ગુજરાત રાજ્યના ૧૪ આદિજાતિ જીલ્લા જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ, તાપી, જીલ્લામાં નેશનલ સિકલસેલ એનિમિયા મિશન ૨૦૪૭ અંતર્ગત કાર્ય કરવામાં આવનાર છે. આ મિશન અંતર્ગત ૦ થી ૪૦ વર્ષ સુધીના વયના લોકોને આવરી લેવાયા છે.*
*શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૬ માં તેમણે ગુજરાતમાં સિકલસેલ રોગની ગંભીરતા ધ્યાને લઈને સિકલસેલ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરાવી હતી.*
જેમાં ક્રમશ: આદિજાતિ જીલ્લામાં વસતા લોકોનું સિકલસેલ અનેમીયા રોગના નિદાન અને સારવાર કરવા પગલા લેવામાં આવ્યા છે.
*હાલ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાંથી ૧,૦૩,૧૫,૯૦૦ થી વધારે લોકોનું સ્કીનીંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ૭.૩૬ લાખ સિકલ સેલ વાહક અને ૩૨,૩૩૩ સિકલ સેલ અનેમીયા રોગના દર્દી મળી આવ્યા છે.*
પ્રાઈમારી સ્કીનીંગ DTT (ડિથીઓનાઇટ ટ્યુબ ટેસ્ટ) દ્વારા કરવામાં આવે છે અને કન્ફર્મેશન માટે HPLC (હાઇ પરફોર્મન્સ લીક્વીડ ક્રોમેટોગ્રાફી) ટેસ્ટ કરવામાં આવે છે. આદિજાતિ જીલ્લાની આંગણવાડી, શાળાઓ અને કોલેજોમાં આર બી એસ કે, ટીમ અને ગ્રામ્ય કક્ષાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સિકલ સેલ કાઉનીસ્લાર દ્વારા સ્કીનીંગની કામગીરી કરવામાં આવે છે.
આદિજાતિ લોકોમાં વિશેષ નિદાન સગર્ભા મહિલાઓ, ૧૦ થી ૨૫ વર્ષના લગ્ન ના કરેલ હોય તેવા વિષેશ સમૂહના લોકોનું નિદાન કરવું તે મુખ્ય લક્ષ્યાંક છે. જેથી મહતમ આ રોગનો ફેલાવો આગામી પેઢીમાં ફેલાતા રોકી શકાય.
સીકલ સેલ એનિમિયા વારસાગત હિમોગ્લોબીનની ખામીને કારણે થતી આરોગ્ય સમસ્યા છે. સીકલ સેલ એનિમિયામાં રકતકણમાં રહલે ખામીયુક્ત હિમોગ્લોબીન S ને કારણે લાલ રકતકણોનો આકાર ગોળમાથી દાતરડાં જેવો બને છે.આ એક આનુંવાંશિક રોગ છે જે રોગીમાંથી આવનાર પેઢીમાં પ્રસરે છે.
રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત પણ રાજ્યના આદિવાસી બાંધવોને આવરીને મોટા પ્રમાણમાં શ્રેષ્ઠત્તમ સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ૨.૫૬ કરોડ આયુષ્માનકાર્ડ ધારકો પૈકી આદિવાસી બહુલ વસ્તીના ૧૪ જિલ્લાઓમાં કુલ ૧.૦૪ કરોડ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ છે.
વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૪ જિલ્લાઓના કુલ ૪.૧૩ લાખ લાભાર્થીઓના ક્લેઇમ પેટે કુલ રૂ. ૧૧૩૯.૮ કરોડની રકમ ચૂકવવામાં આવી છે.
રાજ્યમાં આદિજાતી બહુલ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ૨૭૭૮ પેટા આરોગ્ય કેન્દ્ર,૪૨૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૮૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર સેવામાં કાર્યરત. ૧૪ માંથી ૯ જિલ્લામાં મેડિકલ કૉલેજમાં કુલ ૨૦૦૦ જેટલી મેડિકલ બેઠકો કાર્યરત બાકીના ૫ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ ટુંક સમયમાં કાર્યરત બનશે.
............................
• અમિતસિહ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.