PSIની આંતરિક બદલી: જિલ્લાના પાંચ પી.આઈ. ત્રણ PSIની આંતરિક બદલી કરાઈ - At This Time

PSIની આંતરિક બદલી: જિલ્લાના પાંચ પી.આઈ. ત્રણ PSIની આંતરિક બદલી કરાઈ


(રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)

PSIની આંતરિક બદલી: જિલ્લાના પાંચ પી.આઈ. ત્રણ PSIની આંતરિક બદલી કરાઈ

પી.આઈ. કુરેશીને ભરતનગર પો.સ્ટે.નો કાયમી ચાર્જ સોંપાયો

ભાવનગર શહેર જિલ્લાના પોલીસ અધિકારીઓ થી લઇ કર્મચારીઓની ફરી બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. એકી સાથે પાંચ પી.આઇ., ત્રણ પી.એસ.આઇ.ની આંતરિક બદલી કરવામાં આવી છે. સાથે બે પ્રોબેશનરી પી.એસ.આઇ.ની પણ બદલી કરી છે. અને 12 મહિલા પોલીસ કર્મચારી અને 16 પુરુષ અને 3 મહિલા પોલીસ કર્મચારીને પોલીસ સ્ટેશન સાથે હેડ ક્વાર્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો હોવાનું જાણવા મળ્યું છે.

થોડાક સમય અગાઉ અમદાવાદ પી.સી.બી. પી.આઇ. તરીકે ફરજ બજાવી ચુકેલા એમ.સી. ચૌધરીને IUCAW યુનિટમાં મુકાયા છે તેમજ ભરતનગર પોલીસમાં અગાઉ ફરજ બજાવતા પી.આઇ. ઠાકોરની જગ્યાએ એન.એચ.કુરેશીને ભરતનગર પો.સ્ટેનો કાયમી ચાર્જ સોંપાયો છે. તેમજ એ.બી.ગોહિલને વલ્લભીપુરથી તળાજા, પી.એલ.ધામાને તળાજાથી બગદાણા, એચ.બી.ચૌહાણને લીવ રીઝર્વમાંથી વલ્લભીપુર પોલીસ મથકે બદલી કરાઇ છે. તેમજ પી.એસ.આઇ. સી.એચ.મકવાણાને તળાજાથી દાઠા, એચ.એસ.તિવારીને દાઠાથી પાલિતાણા ટાઉન અને સી.પી. રાઠોડને બોરતળાવથી ભરતનગર પોલીસ મથકે મુકવામાં

આવ્યા છે. બે પ્રોબેશરની પી.એસ.આઇ. જયદીપસિંહ ઇશ્વરજી ગોહિલને પાલિતાણા ટાઉનથી ગારિયાધારની મોટી વાવડી પોલીસ ચોકી, હિતેશભાઇ પ્રતાપભાઇ બારડને ઘોઘાથી તળાજાના દિહોર ઓ.પી. ખાતે મુકાયા છે.

ઉપરાંત 16 પુરુષ પોલીસ કર્મચારી અને 3 મહિલા પોલીસ કર્મચારીને પોલીસ સ્ટેશન ઉપરાંત 31-3-2025 સુધી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવવાની રહેશે.

12 મહિલા પોલીસ કર્મચારીની જાહેર હિતમાં બદલી

ભાવનગર જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા 12 મહિલા પોલીસ કર્મચારીની જાહેર હિતમાં જુદા જુદા પોલીસ મથકે બદલી કરાઇ છે. જેમાં બે મહિલા કર્મીને તળાજા, એક કર્મીને બગદાણા, બે કર્મીને વલ્લભીપુર, એક કર્મીને ઉમરાળા, બે મહિલા કર્મીને ગારિયાધાર, અને ચાર કર્મચારી પૈકા બેને પાલિ.રૂરલ અને બેને પાલિતાણા ટાઉનમાં બદલી કરાઇ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.