*કર્મધામ, હિંમતનગર ખાતે કર્તવ્યબોધ કાર્યક્રમની ઊજવણી
*કર્મધામ, હિંમતનગર ખાતે કર્તવ્યબોધ કાર્યક્રમની ઊજવણી..*
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા આજે ૨૩ જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ ના દિવસે હિંમતનગરના કર્મધામ ખાતે *કર્તવ્ય બોધ* કાર્યક્રમ યોજાયો. જેમાં સમગ્ર સાબરકાંઠામાંથી ૪૫ થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિત રહી.આ પ્રસંગે આશીર્વચન વકતાપુર રોકડીયા હનુમાનના મહંત શ્રી નટરાજગીરી એ સંન્યાસી અને સંસારીના જીવનમાં કર્તવ્ય પાલનની વાત કરી તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષકના કર્તવ્યને ઉજાગર કરવા સદૃષ્ટાંત અવગત કર્યા. મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ પટેલ અને શૈલેષભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિ રહી. વક્તા તરીકે મહેશભાઈ ભટ્ટે સુભાષચંદ્ર બોઝના જીવન - કથન અને કર્તવ્ય પરાયણતા અન્વયે વાત કરી. આ કાર્યક્રમને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ પી.જે.મહેતા, સાબરકાંઠા જિલ્લા માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ જે.ડી.પટેલ, મહામંત્રી એમ.સી.પટેલ, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, આચાર્ય સંવર્ગ અધ્યક્ષ ગૌતમભાઈ ભટ્ટ, આશ્રમશાળા સંયોજક વિજયભાઈ પટેલ, સૌ પદાધિકારી, સમાજના અગ્રણીઓ, માતૃશક્તિ અને સારસ્વત મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.