મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ની વરણી થતાં કોંગ્રેસ માં ભડકો - At This Time

મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ની વરણી થતાં કોંગ્રેસ માં ભડકો


*મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ની વરણી થતાં કોંગ્રેસ માં ભડકો*

*ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ જેવો ઘાટ સર્જાયો કોંગ્રેસ કાર્યકરો નારાજ*

મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ માં લાંબા સમયથી પ્રમુખ પદ માટે નિર્ણય લેવામાં આવતો નહોતો ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નરેન્દ્ર સિંહ કનુભા પરમાર નો પ્રમુખ તરીકે નિમણૂક ઓર્ડર આપવામાં આવતાં કોંગ્રેસ કાર્યકરો માં ભડકો થયો હતો અને આવનાર સમયમાં આ નારાજગી ને લ‌ઈ નવાજુની નાં એંધાણ વર્તાઈ રહ્યાં છે અને આવનાર વિધાનસભા ચૂંટણી માં કોંગ્રેસ ને માઠાં પરિણામ ભોગવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે કોંગ્રેસ કાર્યકરો એ જણાવ્યું હતું કે છેલ્લા ૭૫ વર્ષથી પાંચાળ વિસ્તારમાં થી કોંગ્રેસ પ્રમુખ નું પદ કોઈ ને આપવામાં ન આવતા આ વિવાદ સર્જાયો છે પાંચાળ વિસ્તાર કાયમ કોંગ્રેસ નો ગઢ રહ્યો છે અને દરેક ચુંટણી માં કોંગ્રેસ ને લીડ આપે છે ત્યારે આ વિસ્તારમાં પ્રમુખ પદ આપવામાં આવે તેવી છેલ્લા દશ વર્ષથી રજુઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં કરવામાં આવે છે ત્યારે કોઈ રજુઆત ધ્યાનમાં લેવામાં આવી નહોતી અને કાર્યકરો ને સાંભળવા ની પણ તસ્દી લીધી નથી અને પ્રમુખ ની નિયુક્તિ નરેન્દ્ર સિંહ પરમાર ની કરવામાં આવતાં પાંચાળ વિસ્તાર નાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ રીતસર પ્રદેશ કોંગ્રેસ સમિતિ સામે બાંયો ચડાવી છે અને લડી લેવાના મુડમાં આવી ગયા છે અને આ ઓર્ડર જો કેન્સલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા કોંગ્રેસ તૈયાર રહે તેમ જણાવ્યું હતું પંચાળ વિસ્તાર નાં કોંગ્રેસ આગેવાનો આ બાબતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ને રજુઆત કરનાર છે અને સિધ્ધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હાલ જે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તેઓ ભાજપ નેતા ઓ સાથે મળેલાં છે અને મુળી તાલુકામાં કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે મુળ કોંગ્રેસ કાર્યકરો આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.