દેસાસણમાં ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે ટ્રેકટર નીચે કચડાઈ જતા  બાળકનું મોત - At This Time

દેસાસણમાં ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે ટ્રેકટર નીચે કચડાઈ જતા  બાળકનું મોત


હિંમતનગર તાલુકાના ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેસાસણ ગામે ૨ દિવસ અગાઉ તબેલામાં રહેતા એક પરિવારનો બાળક રમી રહ્યો હતો ત્યારે એક ટ્રેકટરના ચાલકે પોતાનું ટ્રેકટર રિવર્સમાં લઇ બાળકને ટક્કર મારતા ગંભીર ઇજાને કારણે તેનુ મોત નિપજયુ હતુ. જે અંગેની ફરિયાદ શુક્રવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. આ અંગે દેસાસણ ગામે તબેલા પર કામ કરતા આકાશભાઇ રત્નાજી વણઝારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.૨૭ જુલાઇના રોજ સવારના સુમારે તેમનો પુત્ર નિતિન વણઝારા તબેલા આગળ રમી રહ્યો હતો. ત્યારે ટ્રેકટર નંબર જીજે.૦૯.બી.એલ.૬૪૯૩ના ચાલક ભીખાજી પરથીજીએ ટ્રેકટરને રિવર્સમાં લઇ રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેકટરનુ ટાયર નિતિન વણઝારા પર ચઢી જતા માથામાં થયેલી ગંભીર ઇજાને કારણે કરૂણ મોત નિપજયુ હતુ. ત્યારબાદ આકાશ વણઝારાએ ટ્રેકટરના ચાલક ભીખાજી વિરૂધ્ધ શુક્રવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, દેસાસણ ગામે ૨ દિવસ અગાઉ તબેલામાં રહેતા એક પરિવારનો બાળક રમતો હતો ત્યારે એક ટ્રેકટરના ચાલકે પોતાનું ટ્રેકટર રિવર્સમાં લઇ બાળકને ટક્કર મારતા ગંભીર ઇજાને કારણે તેનુ મોત થયું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.