બોટાદ શહેરમાં બાઈકમાં ખોટી નંબર પ્લેટ લગાડી ફરતાં શખસ સામે પોલીસ ફરિયાદ
બોટાદ શહેરમાં બાઈકમાં ખોટી નંબર પ્લેટ લગાડી ફરતાં શખસ સામે પોલીસ ફરિયાદ
બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસે ફેન્સી નંબર પ્લેટવાળી બાઇક ડીટેઇન કર્યા બાદ તપાસ કરતાં પોતાના અંગત ફાયદા માટે અન્ય વાહનમાં નંબર પ્લેટ લગાડી ફરતા હોવાનું બહાર આવતાં શખસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ શહેરમાં અનઅધિકૃત પાર્કિંગ ટ્રાફિક જામની સમસ્યાની ફરિયાદો બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર આવેલા રોકડિયા હનુમાનજી મંદિર પાસે કામગીરી શરૂ હોય ત્યારે હવેલી ચોક તરફથી આવી રહેલી એક ફેન્સી નંબર પ્લેટ જીજે 04 બીપી 4172ને રોકી તેની તપાસ કરતાં બાઇકચાલક સગરામભાઇ ભીખાભાઈ મીર (ઉં.વ.23) (રહે.વિજય સોસાયટી, ખારામાં) આ નામના શખસે બાઈક મેલાભાઈ પાંચાભાઇ ધાડવી (રહે.તલસાણા, તા.લખતર. જિ.સુરેન્દ્રનગર) પાસેથી રૂ.20 હજારમાં વેચાણથી લીધી હતી. અને બાઈકના કાગળો આર.સી.બુક કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ન હોવાથી ટ્રાફિક પોલીસે બાઈક ડીટેઈન કરી ટ્રાફિક શાખા ખાતે મૂકી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.