ગમા પીપળીયા ગામમાં અનેરું પરમાર્થ દર મહિને શ્વાનને માટે લાડુ અને સાપડી
ગમા પીપળીયા ગામમાં અનેરું પરમાર્થ દર મહિને શ્વાનને માટે લાડુ અને સાપડી
બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામમાં અનેરું પરમાર્થ દર મહિને શ્વાનને માટે લાડુ બે વાર બનાવી ખવડાવવામાં આવે છે તેમજ ભાદરવી સોમવતી અમાસને રાત્રે શ્વાન માટે ઘંઉના લોટ, તેલ અને ગોળ થી ચાપડી બનાવવામાં આવી દાતા ગામમાંથી તૈયાર રહે છે શ્વાન માટેની રસોઈ સેવા માટે ઝવેરભાઈ પાનશેરીયા, તેમજ ગામમાંથી ઘણાં સેવાભાવી ભાઈઓ બહેનો સેવા આપે છે રામાપીરના મંદિરની પરિસર ની પવિત્ર ભૂમિમાં શ્વાન માટે ભોજન બનાવવામાં આવે છે. મંદિરના પુજારી. પરેશબાપુ પણ સમગ્ર સેવક સમુદાય તત્પર રહે છે રામાપીરના મંદિરે દર વર્ષે આખો શ્રાવણ માસ બહેનો-માતાઓ રોજ ધૂન અને ભાવિક ભક્તજનો ભાઈઓની મંડળી પ્રભુ ઘેલા થઈ ધુનની રમઝટ બોલાવે છે ગમા પીપળીયા ગામમાં પવિત્ર રામાપીરના વિશાળ મંદિરમાં ખોડીયાર માતાજી, રામદેવપીર તેમજ રાધે કૃષ્ણની મૂર્તિ બિરાજમાન છે.તે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.