ગીર સોમનાથ જિલ્લામાં થયેલ શ્રીકાર વર્ષાને કારણે જિલ્લો આખો પાણી પાણી થયો છે. ત્યારે ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતુર બની - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં થયેલ શ્રીકાર વર્ષાને કારણે જિલ્લો આખો પાણી પાણી થયો છે. ત્યારે ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતુર બની


ગીર સોમનાથ જિલ્લામાં થયેલ શ્રીકાર વર્ષાને કારણે જિલ્લો આખો પાણી પાણી થયો છે. ત્યારે ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે આજે પ્રાચી તીર્થ નજીકથી પસાર થતી સરસ્વતી નદી કે જે નદીના પટ માં ભગવાન માધવરાય પ્રભુ લક્ષ્મીજી સાથે બિરાજે છે. જે મંદિર આવેલું છે તે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય પ્રભુનું મંદિર પૂર્ણ કક્ષાએ ડૂબી ગયું છે. અને ભગવાન માધવરાય જળમગ્ન થયા છે. તો માધવરાય પ્રભુની સાથે અહીં પૌરાણિક "મોક્ષ પીપળો" આવેલો છે મોક્ષ પીપળાના મૂળ સુધી માં સરસ્વતી નદીના જળ ચરણ સ્પર્શ કરવા પહોંચી ગયા હતા. ત્યારે ગઈકાલે દેવ પોઢી એકાદશી હોય .એ માન્યતા છે. કે. ભગવાન ચાતુર્માસ શયન કરે છે. ત્યારે યોગા નું યોગ સરસ્વતી નદીમાં ભગવાન માધવરાય જળમગ્ન થયા છે. અને બીજું પુર હોવાથી હવે નદી સુકાય તેવા કોઈ સંજોગો નથી. ત્યારે દિવાળી સુધી ભગવાન માધવરાય જળમાં શયન કરશે . તેના દર્શન પણ દિવ્ય હોય છે. ત્યારે પ્રાચી તીર્થનો અલભ્ય નજારો જોઈ અને ભાવિકો પણ ધન્ય બની રહ્યા છે..

🎥. રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.