પાલખડા ગામે લિફટનો રસ્સો તૂટતા બે આધેડ કુવામાં ખાબક્યા: એકનું મોત, એકને ઈજા
પાલખડા ગામે લિફટનો રસ્સો તૂટતા બે આધેડ કુવામાં ખાબક્યા: એકનું મોત, એકને ઈજા
બોર્મીંગ કરવા માટે કૂવામાં ઉતર્યા હતા, બહાર નિકળી રહ્યા હતા ત્યારે રસ્સો તૂટ્યો
પોરબંદરના પાલખડા ગામે એક ખેડૂતના ખેતરમાં આવેલ કૂવામાં બોરીગ કરવા માટે ખેડૂત અને બોરીગ માલિક બંને લિફ્ટ મારફતે કૂવામાં ઉતર્યા હતા ત્યારે કુવામાંથી બહાર આવતી વેળાએ લિફ્ટનો રસો તૂટતા બંને આધેડ કૂવામાં ખાબકયા હતા.આ ઘટનામાં એક આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું તો અન્ય એક આધેડને ઇજા પહોંચતા તેમને સારવાર માટે
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બરડા પંથકમાં હાલ ખેડૂતોના ખેતરમાં રહેલ કૂવામાં પાણી ખૂટી રહ્યા છે જેથી ખેડૂતો કૂવામાં આડા બોર કરવી રહ્યા છે. પાલખડા ગામે રહેતા જોશી પરમાણંદ પ્રભાશંકર
નામના ખેડૂતના ખેતરમાં આવેલ કૂવામાં આડા બોર કરવા માટે ખંભાળીયા વિસ્તારમાંથી કરશન વશરામભાઈ નામના બોર માલિક બોરની ગાડી લઈને આવ્યા હતા ત્યારે પરમાણંદ જોશી અને કરશન
બંને કૂવામાં બોર જોવા માટે લિફ્ટ મારફતે કૂવામાં ઉતર્યા હતા અને બોર જોઈને બંને કુવામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટનો રસો તૂટતા બંને આધેડ કૂવામાં ખાબક્યા હતા.આ ઘટનામાં જોશી પરમાણંદ પ્રભાશંકર (ઉ.57) નામના આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો કરશન વશરામભાઈ (ઉ.47) નામના આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.