વડોદરામાં ખાનગી મકાન ધરાશાયી થતાં ત્રણ મૃતકના વારસદારોને વળતર આપવા થયેલા હુકમ સામે કોર્પોરેશન હાઇકોર્ટમાં અપીલ કરશે - At This Time

વડોદરામાં ખાનગી મકાન ધરાશાયી થતાં ત્રણ મૃતકના વારસદારોને વળતર આપવા થયેલા હુકમ સામે કોર્પોરેશન હાઇકોર્ટમાં અપીલ કરશે


- બે વર્ષ પહેલાં રાત્રે મકાન તુટ્યું હતું - વળતર ચૂકવવા માનવ અધિકાર આયોગે હુકમ કરેલો છેવડોદરા,તા.23 જુલાઈ 2022,શનિવારવડોદરામાં બે વર્ષ અગાઉ પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં રાત્રે ખાનગી મકાન તૂટી પડતા ત્રણ શ્રમજીવીના મૃત્યુ થયા હતા. જેમાં માનવ અધિકાર આયોગે વડોદરા કોર્પોરેશનને ત્રણેય શ્રમજીવીના વારસદારોને 3 લાખનું વળતર આપવા કરેલા હુકમ સામે કોર્પોરેશન હાઇકોર્ટમાં અપીલ કરશે. બાવામાનપુરા, વીમા દવાખાના સામેની ખાનગી મિલકત કે જેનું બાંધકામ લગભગ પુર્ણ થયેલ હતું અને તેમાં માલિક રહેવા આવેલ ન હતાં, પરંતુ કોન્ટ્રાકટરના અન્ય સાઇટ પર કામગીરી કરતાં શ્રમજીવીઓ રાત્રીના સમયે રોજ સુવા માટે જતાં હતા, તા.૨૯,૦૯,૨૦૨૦ના રોજ રાત્રીના સમયે મકાન ધરાશાયી થતાં, સુવા આવેલ ત્રણના દબાઇ જવાથી મૃત્યુ થયા હતા, જયારે એકને ઇજા થયેલ હતી. આ અંગે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં કેસ દાખલ કરેલ હતો. ઘટના સંદર્ભે કોન્ટ્રાકટર તથા મુળ માલિક સામે ગુનો દાખલ થયેલ હતો. ત્યારબાદ મકાનમાલિક, કોન્ટ્રાકટર તથા મરણ પામેલ મજુરોના વારસદારો વચ્ચે તા.૨૯,૧૦,૨૦૨૦ના રોજ થયેલ સમજુતી કરાર મુજબ મૃતક ત્રણ વ્યકિતો પૈકી દરેક વ્યક્તિને ૧ લાખ મળી કુલ ૩ લાખ અને ઈજા પામનારને ૫૦ હજાર ચુકવી આપ્યા હતાં. હાઇકોર્ટમાં પિટિશનમાં સમજૂતી મુજબ મૃતકને વધારાનું વળતર ચૂકવવા કોન્ટ્રાક્ટરે કબૂલ્યું હતું અને તે પ્રમાણે 3 લાખનું વધારાનું વળતર ચૂકવ્યું હતું અને ઓરલ ઓર્ડર મુજબ સમાધાનના આધારે તેનો નિકાલ કર્યો હતો, પરંતુ માનવ અધિકાર આયોગના કેસમાં ત્રણ મૃતકને કોર્પોરેશન દ્વારા વળતર આપવા હુકમ થયો હતો. જે અંગેની દરખાસ્ત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ કરવામાં આવતા નામંજૂર કરાઈ હતી. હાલમાં આયોગના આ કેસમાં શ્રમજીવોના વારસદારને દરેકને 3 લાખ વળતર આપવા હુકમ કરાતા તેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થતાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.