લોન અપાવી દેવાના બહાને યુવક સાથે ઓનલાઇન છેતરપિંડી કરી - At This Time

લોન અપાવી દેવાના બહાને યુવક સાથે ઓનલાઇન છેતરપિંડી કરી


પિન નંબર મેળવી નાણાં ટ્રાન્સફર કરી લીધા

​​​​​​​અન્ય બે યુવાનને પણ ગઠિયાએ શિકાર બનાવ્યા

નારાયણનગરમાં વેલ્ડિંગની દુકાન ધરાવતા યુવકને લોન અપાવી દેવાના બહાને શખ્સે તેના ડોક્યુમેન્ટ લઇ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની તેમજ અન્ય બેને શિકાર બનાવ્યાનું બહાર આવ્યું હતું. મવડી પાસેના પાળ રોડ પર શિવ ટાઉનશિપમાં રહેતા અને મજૂરીકામ કરતા વિમલભાઇ સિદ્ધપુરાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકીનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને નારાયણનગરમાં દુકાન હોય પાંચેક માસ પહેલાં મહાવીરસિંહ નામનો વ્યક્તિ બેસવા આવતો હતો અને પોતે લોન મંજૂર કરાવી આપવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.