અર્જુન સિંહ ઠાકોર મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ તરીકે વરણી થઈ - At This Time

અર્જુન સિંહ ઠાકોર મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ તરીકે વરણી થઈ


અર્જુનસિંહ ઠાકોર મહેસાણા પત્રકાર એકતા પરિષદ ના નવા પ્રમુખ બનતા અભિનંદન વર્ષા....

મહેસાણા સર્કિટ હાઉસ ખાતેનાં કોન્ફરન્સ હોલ માં આજે રવિવારે સવારે 10 કલાકે પત્રકાર એકતા પરિષદ ની મહેસાણા જિલ્લા ની મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં તાલુકા અંને જિલ્લા ના પીઢ ને અનુભવી પત્રકાર ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

પ્રદેશ અધ્યક્ષ ખાસ આ કાર્યક્ર્મ માં ઉપસ્થિત રહયા અને અને પત્રકરો ને સંગઠન વિશે ટોપ ટુ બોટમ વિગતો,દૃષ્ટાંતો સાથે સંગઠન કેવા લોકો માટે કામ કરે છે, કેટલી સંખ્યા છે, અને સંગઠિત થવાથી થતા લાભ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..

કાર્યક્ર્મ ના પ્રારંભે સ્વાગત બાદ સૌનો પરિચય અને ઉપસ્થિત મહિમાનો પ્રદેશ અઘ્યક્ષ સહિત નાઓ નું ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રદેશ પ્રમુખે સંગઠન વિશે વિગતે માર્ગદર્શન આપ્યું હતું અને મહેસાણા જિલ્લા મા નવા સંગઠ્ઠન માટે નવા પ્રમુખ ની વરણી કરવા કાર્યવાહી હાથ ધરતા શ્રી અર્જુનસિંહ ઠાકોર ની સર્વાનુમતે ચુંટણી થઈ અને બિનહરીફ વિજેતા જાહેર કરી નિયુક્તિ પત્ર સાથે સન્માન કરીને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી..

મહિલા વીંગ ની સ્ટેટ ટીમમાં પાયલ બેન ગજ્જર ની નિયુક્તિ કરવામા આવી,નિયુક્તિ પત્ર સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું..ખૂબ સરસ વાતાવરણ મા પત્રકારો ના સજેશન સ્વીકારી દરેક સમસ્યાનો જવાબ આપતા પ્રદેશ અઘ્યક્ષ દ્વારા સંગઠન ની રૂપરેખા સાથે સમસ્યાઓ સામનો કરવા, લડત લડવા આવેદનપત્ર આપવા સહિત સત્કાર સમક્ષ રજૂઆતો કરવામા આવ્યા અંગે પણ માર્ગદર્શન આપી આપી કુલ રજૂ થયેલા પ્રશ્નો તેમજ ઉકેલ માટે અનુકુળતા વાળા કામ તેમજ સરકાર નું વલણ અંગે પણ સૌને માર્ગદર્શન આપ્યુ હતું..

ઉપસ્થિત પીઢ અને વરિષ્ઠ પત્રકારો સમગ્ર બાબતો ની માહિતી થી ખૂબ પ્રભાવિત થયાં હતાં.ફરી મિટિંગ યોજી જિલ્લા કારોબારી ની પૂર્ણ રચના કરવા તેમજ દરેક તાલુકાને પણ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું..

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અર્જુનસિંહ ઠાકોર કર્યું હતું,તેમજ સન્માન માત્ર પ્રદેશ મહીલા વિગ ના ગાયત્રીબા ઝાલા એ મદદ કરી હતી.છેલ્લે આભર પ્રગટ કરી ને સૌ નાસ્તો કરી છૂટા પડ્યા હતા. તેમજ વહેલી તકે સંગઠન પૂર્ણ કરવાં તાલુકા સમિતિઓ ની રચના પૂર્ણ કરવા તેમજ વહેલીતકે જિલ્લા અધિવેશન યોજવા ચર્ચા કરી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.