કાશ્મીરમાં ભારતીય આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડ આમિર હમઝાની અજાણ્યા લોકો દ્વારા પાકિસ્તાનમાં હત્યા - At This Time

કાશ્મીરમાં ભારતીય આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડ આમિર હમઝાની અજાણ્યા લોકો દ્વારા પાકિસ્તાનમાં હત્યા


પાકિસ્તાનના પંજાબમાં સોમવારે મોડી રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ પાકિસ્તાની સેનાના નિવૃત બ્રિગેડિયર અને ISIના મહત્ત્વના વ્યકિત આમિર હમઝાની હત્યા કરી નાખી હતી. હમઝા ભારત વિરૂધ્ધ આઈએસઆઈની આગેવાની હેઠળની કાર્યવાહીમાં સામેલ હોવાનું જાણીતો હતો. અને તે જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી કેમ્પ પર ૨૦૧૮માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.

 આ હુમલામાં છ જવાન શહીદ થયા હતા. તેમજ ૧૨ કરતા પણ વધુ ઈજાગ્રસ્ત થયા હતા.આ જ હુમલામાં સામેલ અન્ય એક આતંકવાદીની ગયા નવેમ્બરમાં હત્યા કરવામાં આવી હતી. લશ્કરનો કમાન્ડર ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદ મુખ્ય કાવતરાખોર હતો. તેનું માથું પીઓકેમાં એલઓસી પાસે કપાયેલું મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમઝાની પત્ની અને પુત્રી પણ તેની સાથે કારમાં હતા. અને તેને પણ ઈજાઓ થઈ હતી. પોલીસે કહ્યું છે કે માર્યા ગયેલા ISI એજન્ટને કોઈની સાથે અંગત દુશ્મની નહોતી. પાકિસ્તાની પોલીસે આ એક ટાર્ગેટ કિલિંગ હોવાનું જણાવ્યું હતું


7359339209
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.