યાર્ડમાં મગફળી માટે ટોકન સિસ્ટમ દૂર કરતા આવક વધી
પામોલીનના ભાવમાં રૂ. 25નો ઘટાડો થયો
વરસાદી માહોલને કારણે છેલ્લે યાર્ડમાં જણસીની આવક સ્વીકારવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, પરંતુ હવે આકાશ સ્વચ્છ થતા યાર્ડમાં મગફળીની આવક સ્વીકારવા માટે જે ટોકન સિસ્ટમ હતી તે દૂર કરવામાં આવી છે. આ સાથે જ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થયો હતો. આવક વધવાને કારણે ભાવમાં પણ રૂ. 30નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મુખ્ય તેલના ભાવ સ્થિર રહ્યાં છે. જ્યારે પામોલીન તેલના ભાવમાં રૂ. 25નો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.