*બોટાદ જિલ્લામાં મેઘમહેરથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, બરવાળા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 મી.મી. વરસાદ* - At This Time

*બોટાદ જિલ્લામાં મેઘમહેરથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, બરવાળા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 મી.મી. વરસાદ*


બોટાદ જિલ્લામાં મેઘમહેરથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, બરવાળા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 મી.મી. વરસાદ

બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 243 મી.મી. વરસાદ વરસ્યો,ગઢડા તાલુકામાં કુલ 262 મી.મી. વરસાદ

માહિતી બ્યુરો, બોટાદ- સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકોમાં ખુશીની લાગણી છે. વરસાદી વાતાવરણથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 243 મી.મી. વરસાદ વરસ્યો છે.

બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, ચારેય તાલુકામાં સરેરાશ 4 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બરવાળા તાલુકામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે. ગઢડા તાલુકામાં 3 મી.મી. વરસાદ પડી ચુક્યો છે. જ્યારે બોટાદ અને રાણપુર તાલુકામાં સ્થાનિકો મેઘમહેરની રાહ જોઈ રહ્યા છે.

બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો બરવાળા તાલુકામાં સૌથી વધુ કુલ 269 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે ગઢડા તાલુકામાં કુલ 262 મી.મી.વરસાદ પડ્યો છે. રાણપુર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 242 મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે બોટાદ તાલુકામાં 199 મી.મી. વરસાદ પડ્યો છે.

Report , Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.