રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમરેલી એરપોર્ટ ખાતે આવકારતા પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમરેલી એરપોર્ટ ખાતે આવકારતા પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ
મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી રાજ્યપાલશ્રી
અને મુખ્યમંત્રીશ્રીનું સ:સ્નેહ સ્વાગત કર્યું
અમરેલી તા.૨૨ જુલાઈ, ૨૦૨૩ (શનિવાર) રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે આગમન થતા પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓશ્રીઓ તેમને સ:સ્નેહ આવકાર્યા હતા. મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સ્વાગતમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ વેકરીયા, લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, રેન્જ આઈ. જી. શ્રી ગૌતમ પરમાર, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંહ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાજેશભાઈ કાબરીયા, ધોળકિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સવજીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.