ભચાઉ તાલુકાના સુખપરના મનજીભાઇ છાભૈયાએ પ્રાકૃતિક પધ્ધતિથી દાડમની ખેતી કરીને ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન મેળવ્યું બાગાયતી પાકમાં કેસર કેરીનું નોંધપાત્ર ઉત્પાદન મેળવતા મનજીભાઇ
કચ્છમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વધુમાં વધુ ખેડૂતો જોડાઇ રહ્યા છે. ત્યારે ભચાઉ તાલુકાના સુખપરના મનજીભાઇ છાભૈયા પ્રાકૃતિક પધ્ધતિથી બાગાયતી ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે.
ખેડુત મનજીભાઇ છાભૈયા જણાવે છે કે, હું વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું. આત્માના અધિકારીઓનાં માર્ગદર્શનથી તેમજ વિવિધ તાલીમ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવીને સૌપ્રથમ એક એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હાલ વિવિધ બાગાયતી પાકનું ઉત્પાદન મેળવી રહ્યો છું.
તેઓ વધુમાં જણાવે છે કે, રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જાય છે. તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે. મજુરી ખર્ચ વધુ થાય છે. જમીનનું બંધારણ બગડે છે. પાકની ગુણવતા સારી હોતી નથી. પાણીની ગુણવતા બગડે છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે. રાસાયણિક ખેતીમાં પાકને બધુ પિયતની જરૂર પડે છે. જયારે પ્રાકૃતિક ખેતીમાં તમામ મુશ્કેલીથી છુટકારો છે. હાલ પ્રાકૃતિક ખેતીના કારણે મારી જમીન સુધરી છે તથા આંબા, દાડમ વગેરેનું ઉત્પાદન વધવા સાથે ગુણવત્તા પણ વધુ સારી થઇ છે.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.