મનપાની ત્રણ આવાસ યોજનામાં લાભાર્થીના બદલે ભાડુઆતનો વસવાટ:10 કવાર્ટર સીલ કરાયા - At This Time

મનપાની ત્રણ આવાસ યોજનામાં લાભાર્થીના બદલે ભાડુઆતનો વસવાટ:10 કવાર્ટર સીલ કરાયા


મનપાની ત્રણ આવાસ યોજનામાં લાભાર્થીના બદલે ભાડુઆતનો વસવાટ:10 કવાર્ટર સીલ કરાયારાજકોટ મનપાની આવાસ યોજનાની ત્રણ ટાઉનશીપમાં સરપ્રાઈઝ ચેકિંગમાં મુળ લાભાર્થીને બદલે ભાડુઆત રહેતા હોવાનું ખુલતા 10 આવાસોને સીલ કરાયા હતાં.
રાજકોટ મનપા વિવિધ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે.
જેમાના લોક માન્ય તિલક મોરબી રોડ, ઉધમસિંહ ટાઉનશીપ કુવાડવા રોડ, લક્ષ્મણ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટીપ્લોટ સ્થળે ફિલ્ડ ટીમોના ચેકિંગમાં મુળ લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોવાનું જણાતા આવા આવાસો સીલ કરવામાં આવ્યા હતાં.
જેમાં લોકમાન્ય તિલકમાં 4 અને અને લક્ષ્મણ ટાઉનશીપમાં 3-3 મળી કુલ 10 આવાસો સીલ કરવામાં આવતા ફફડાટ ફેલાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image