દામનગર શહેર ના વિવિધ જળાશયો ઊંડા ઉતારો સૌની યોજના હેઠળ ભરવા. ધારાસભ્ય તળાવીયા ને યુવા આર્મી દ્વારા આવેદન પત્ર પાઠવ્યું - At This Time

દામનગર શહેર ના વિવિધ જળાશયો ઊંડા ઉતારો સૌની યોજના હેઠળ ભરવા. ધારાસભ્ય તળાવીયા ને યુવા આર્મી દ્વારા આવેદન પત્ર પાઠવ્યું


દામનગર શહેર ના વિવિધ જળાશયો ઊંડા ઉતારો સૌની યોજના હેઠળ ભરવા. ધારાસભ્ય તળાવીયા ને યુવા આર્મી દ્વારા આવેદન પત્ર પાઠવ્યું

દામનગર શહેર ના વિવિધ જાહેર જળાશયો સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરી ને ભરવા યુવા આર્મી ટીમ દ્વારા ધારા સભ્ય તળાવીયા ને આવેદન પત્ર પાઠવ્યું શ્રી મંત સરકાર ગાયકવાડ દ્વારા બંધાવેલ શ્રી કુંભનાથ તળાવ જય ભુરખિયા જળ સરોવર નંબર ૧ અને જય ભુરખિયા સરોવર નંબર ૨ ઠાંસા રોડ ચેક ડેમ સહિત ના દામનગર પંથક ના તળાવો ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરી ને ભરવા વિગતે યુવા આર્મી ટીમ ની લેખિત રજુઆત અમરેલી જિલ્લા પંચાયત ની નાની ચિસાઈ હેઠળ ના તળાવ ચેકડેમો દાયકા ઓથી કોઈ દરકાર લેવાયેલ નથી રાજ્ય ના મોટા ભાગ ના તાલુકા ઓમાં અતિ વૃષ્ટિ નોંધાયેલ છે ત્યારે દામનગર પંથક માં નહિવત વરસાદ ના કારણે ક્રિકેટ ના મેદાન સમાંતર તળાવો ખાલી રહેવા પામેલ છે ત્યારે આ વિસ્તાર ના આવતા ભવિષ્ય ની દુરંદેશી એ ધારાસભ્ય એ સુજલામ સુફલામ યોજના હેઠળ દામનગર પંથક ના તળાવો ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરી ભરવા જોઈ એ યુવા આર્મી ટીમ નું ડેલીગેશન આજ રોજ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સાથે યુવા આર્મી ના મહેશભાઈ નારોલા મહાકાલ ટ્રસ્ટ ના સંજયભાઈ નારોલા યુવા આર્મી ના હરેશભાઇ વાવડીયા સહિત ના યુવાનો એ ધારાસભ્ય તળાવીયા ને રૂબરૂ મળી દામનગર ના વિવિધ જાહેર જળાશયો સુજલામ સુફલામ યોજના હેઠળ ઉડા ઉતારી સૌની યોજના હેઠળ ભરવા ની માંગ કરાય દાયકા ઓથી દામનગર પંથક ને જળ સંશાધન યોજના ઓના લાભો થી વંચિત રહ્યા છે ત્યારે હવે જોવા નું રહ્યું કે ધારાસભ્ય શ્રી દામનગર પંથક ના જળાશયો ઊંડા ઉતારવા અને સૌની થી ભરવા માટે કેટલી અગ્રતા આપે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.