શ્રી રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ -લીબડી, આયોજિત આઠમોં સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ ચોટીલા ખાતે યોજાયો. - At This Time

શ્રી રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ -લીબડી, આયોજિત આઠમોં સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ ચોટીલા ખાતે યોજાયો.


સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા રાજગોર બ્રાહ્મણ સમાજના બાળકોએ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ માં ભાગ લેવા બાળકો નેધોરણ ૧ થી ૧૨ અને કોલેજ કક્ષાએ દરેક ધોરણમા પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવનાર તેજસ્વી તારલાઓને આઠ થી અગિયાર વસ્તુઓની કીટ પુરષ્કાર રૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જે બાળકોને પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર નથી મેળવી શક્યા. તેવા બાળકોને પ્રોત્સાહન રૂપે પુરષ્કાર આપી સન્માનિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્સ્ટના પ્રમુખ રતિભાઈ મહેતા અને ટ્સ્ટના મંત્રી ધવલભાઈ મહેતા અને ટ્સ્ટના તમામ ટ્રસ્ટી તેમજ‌ ટ્રસ્ટ ના તમામ સભ્યોશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્મનુ સંચાલન ડો.દિપકકુમાર મહેતા -લીબડી દ્વારા કરવામાં આવ્યું હતું.
તેજસ્વી તારલાઓ તથા તેમના વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો આમંત્રણને માન આપી પધારેલ.
માનનિય ગીજુભાઈ ભરાડ -શિક્ષણવિદ, ગુણવંતભાઈ ભરાડ,
મયુરભાઈ મહેતા - ટ્સ્ટી,ધીરુભાઈ મહેતા,લલીતભાઈ ધાંધિયા, વિનુભાઈ ચાવ, અજયભાઈ જોષી, અજયભાઈ તેરૈયા, ગોરધનભાઈ બામટા, વિનુભાઈ જોષી અકિલા-બયુરો, જગદીશભાઈ દવે, મુકેશભાઈ મહેતા, રાઘવજીભાઈ એચ.સાકળીયા,પંડયાભાઈ, મનોજભાઈ મહેતા, જયેશભાઈ જોષી, રામજીભાઈ ભરાડ, એડવોકેટ માર્કડભાઈ ભરાડ,ગુણવંતરાય મહેતા, જયશ્રીબેન મહેતા, દર્શનાબેન જોષી, પૂ.મીરાબેન તેમજ સંતશ્રી ભોલારામ નામી અનામી મહેમાનો પધારેલ.
આ તમામ મહેમાનો આમંત્રણને માન આપી હાજર રહી તેજસ્વી તારલોને પ્રોત્સાહિત કરવા બદલ આ તમામ મહેમાનો આભાર વ્યક્ત કરીએ છીએ.
રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ -લીબડી, જિ. સુરેન્દ્રનગર ના તમામ ટ્સ્ટીશ્રીઓ તેમજ‌ ટ્સ્ટના સભ્યોશ્રીઓ તેમજ બાળકો અને તેમના વાલીઓ હાજરી આપીને આ કાર્યક્રમને દિપાવ્યો

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.