શહેરના ડઝનથી વધુ વિસ્તારોને અશાંતધારામાં સમાવવા કલેકટરતંત્ર દ્વારા સરકારમાં મોકલાશે દરખાસ્ત
રાજકોટ શહેરના ડઝનથી વધુ વિસ્તારોને અશાંતધારા હેઠળ આવરી લેવા માટે કલેકટરતંત્ર દ્વારા રાજયસરકારમાં દરખાસ્ત મોકલવામાં આવનાર છે.
આ અંગે કલેકટર પ્રભવ જોષી એ જણાવ્યું હતું કે પ્રાંત-1 અધિકારી દ્વારા તેઓને અશાંતધારામાં શહેરના વધુ વિસ્તારોને આવરી લેવા માટેની દરખાસ્ત મળી ચુકી છે. આ દરખાસ્તોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે બાદ રાજય સરકારને આ દરખાસ્તો આખરી મંજુરી માટે મોકલી દેવામાં આવશે.
અહી એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળા દ્વારા પણ અશાંતધારાના મામલે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ કલેકટરતંત્રએ તાબડતોબ પ્રાંત-1 અધિકારી પાસેથી આ અંગેની દરખાસ્તો મંગાવી હતી. આ દરખાસ્તો આવતા હવે તેને આખરી મંજુરી માટે રાજય સરકારમાં મોકલવામાં આવનાર છે.
તેમજ આગામી તા.8મીના રોજ કલેકટર પ્રભવ જોષી દ્વારા રેવન્યુ અધિકારીઓની પણ બેઠક બોલાવવામાં આવી છે જેમાં પણ દબાણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.