જસદણ તાલુકાના કાળાસર ગામના મનુભાઈ શિલું ની પૌત્રી કાવ્યા શીલુએ ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં જીત્યા બે ગોલ્ડ મેડલ - At This Time

જસદણ તાલુકાના કાળાસર ગામના મનુભાઈ શિલું ની પૌત્રી કાવ્યા શીલુએ ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં જીત્યા બે ગોલ્ડ મેડલ


સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત  એથ્લેટિકસ રાજ્ય કક્ષાની અંડર 17 ગર્લ્સ કેટેગરીની સ્પર્ધા નડિયાદ ખાતે યોજાયેલ હતી. આ સ્પર્ધામાં જસદણ તાલુકાના કાળાસરનાં વતની અને હાલ અમદાવાદ રહેતા જસદણનાં રિટાયર્ડ નાયબ મામલતદાર તથા વર્ષોથી શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે માનદ સેવા આપતા મનુભાઈ શીલુની પૌત્રી તથા યાત્રીબેન અશોકભાઈ શીલુની પુત્રી કાવ્યા શીલુએ બે રમતોમા ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કાવ્યાએ ચક્ર ફેંક અને ગોળા ફેંક બંને રમતોમા પ્રથમ નંબર મેળવી અને બે ગોલ્ડ મેડલ જીત્યા છે.  તેમની આ સિદ્ધિ બદલ મનુભાઈ ભાણજીભાઈ શીલુ, રાજુભાઇ મનુભાઈ શીલુ, અશોકભાઈ મનુભાઈ શીલુ, યાત્રીબેન અશોકભાઈ શીલુ, દિલીપભાઈ મનુભાઈ શીલુ ચિરાગભાઈ શંકરભાઈ મહેતા સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.