વીંછિયા પંથક મા ગ્રામ્ય વિસ્તારમાં દિશાસૂચક બોર્ડમાં લખાણ ભુલ હોવાનુ સામે આવ્યુ - At This Time

વીંછિયા પંથક મા ગ્રામ્ય વિસ્તારમાં દિશાસૂચક બોર્ડમાં લખાણ ભુલ હોવાનુ સામે આવ્યુ


વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક ગામથી બીજા ગામ જવાના રસ્તા પર જવાબદાર તંત્ર દ્વારા દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. પરંતુ તંત્રના જવાબદારો જાણે કે અભણ જ હોય તેમ દિશાસૂચક બોર્ડમાં અનેક ક્ષતિઓ સામે આવી છે. જેમાં વેરાવળ ગામથી ત્રણ કિમી દૂર સનાળી ગામ આવેલું છે. પરંતુ આ દિશાસૂચક બોર્ડમાં સનાળી ગામ લખવાના બદલે સનાળા ગામ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરેખર આ દિશાસૂચક બોર્ડથી સનાળા ગામ 10 કિ.મી. દૂર આવેલ છે. વધુમાં આ દિશાસૂચક બોર્ડમાં ગામનું પાટીયું લખવાના બદલે અભણ તંત્રએ પાડીયા લખી પોતાની ઓળખ છતી કરતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાય છે. જેથી બુદ્ધિનું પ્રદર્શન કરનાર જવાબદાર તંત્ર દ્વારા આ ગંભીર ક્ષતિઓને સુધારી નવા દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.