કવિશ્રી બોટાદકર પ્રાથમિક શાળા નં-૩,બોટાદ અને પંડીત દીન દયાળ પ્રાથમિકશાળા નં૧, બોટાદમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવેલ
કવિશ્રી બોટાદકર પ્રાથમિક શાળા નં-૩,બોટાદ અને પંડીત દીન દયાળ પ્રાથમિકશાળા નં૧, બોટાદમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના મહેમાન તરીકે ડી.બી. રૉય સાહેબ (શાસનાધિકારી,બોટાદ) , ચંદુભાઈ સાવલિયા પ્રમુખશ્રી, શહેર ભાજપ અને જાયન્ટસ ગ્રુપ ઑફ બોટાદ, દશરથભાઈ સોલંકી,ભરતભાઈ ગોહિલ, રણજીતભાઈ ગોવાળિયા(પ્રમુખશ્રી, નગર પ્રાથમિક શિક્ષક સંઘ બોટાદ), લક્ષ્મણભાઈ ખાંભલીયા યુવા પ્રમુખ ભાજપ, શબ્બીરભાઈ પ્રમુખશ્રી લઘુમતી મોરચો ભાજપ, ઉપેન્દ્રભાઈ જોટાણીયા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સભ્યો નાસીર ભાઈ ખલ્યાણી, મન્સુરભાઈ ખલ્યાણી, સમીરભાઈ દોશી, અતુલભાઇ વાઘેલા, મુકેશભાઈ જોટાણીયા, લાયઝનઓફિસર સી.આર.સી રાકેશભાઈ ચાવડા, ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં અવારનવાર મદદરૂપ થતા દાતાશ્રીઓ, એસ.એમ.સી કમિટીના સભ્યો, શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે બાલવાટિકા, ધોરણ-૧ માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ અપાવી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તરફથી બાળકોની શૈક્ષણિક કીટ ભેટમાં આપવામાં આવેલ. આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.ઉપરાંત ધોરણ ૩ થી ૮માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ બાળકોનું સન્માન તથા CET,NMMS, PSE,જ્ઞાન સાધના પરીક્ષા,નવોદય પરીક્ષામાં નંબર મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતાઓનું સન્માન શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક બાળકોને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી મળતી કીટ વિતરણ કરવામાં આવી હતી. છેલ્લે શાળાના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ ભલગામિયા દ્વારા આભાર વિધિ કરી ,વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમનુ સંચાલન શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા અને જીતેશભાઈ જોધાણી કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.