વીવોએ ભારતમાં કર ચૂકવણીથી બચવા માટે રૂ . 62,476 કરોડ ચીન મોકલ્યા : ઇડી - At This Time

વીવોએ ભારતમાં કર ચૂકવણીથી બચવા માટે રૂ . 62,476 કરોડ ચીન મોકલ્યા : ઇડી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૭ચીનની સ્માર્ટફોેન નિર્માતા કંપની વીવોના ભારતીય એકમે
કરવેરાની ચુકવણીથી બચવા માટે 
ગેરકાયદે  ૬૨,૪૭૬ કરોડ રૃપિયા
ભારતમાંથી ચીન મોકલ્યા હતાં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં
જણાવ્યું છે. આ રકમ વીવોના કુલ ટર્નઓવર ૧,૨૫,૧૮૫ કરોડ
રૃપિયાના ૫૦ ટકા થાય છે. ઇડીએ જણાવ્યું છે કે વીવો મોબાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
અને તેની સાથે સંબધિત ૨૩ કંપનીઓ સામે બુધવારે કરવામાં આવેલી તપાસ પછી તેમના
ખાતાઓમાં જમા ૪૬૫ કરોડ રૃપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૭૩ લાખ રૃપિયા
રોકડા અને બે કીલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. ઇડીએ જણાવ્યું છે કે વીવોના પૂર્વ ડાયરેક્ટર બિન લાઉએ
ભારતમાં અનેક કંપનીઓની રચના કર્યા પછી વર્ષ ૨૦૧૮માં દેશ છોડી દીધો હતો. ઇડી હવે આ
કંપનીઓની તપાસ કરી રહી છે. વીવોના અન્ય બે પદાધિકારીઓ ઝેન્ગશેન ઓઉ અને ઝાંગ જીએ
૨૦૨૧માં ભારત છોડી દીધું હતું.ઇડીએ વધુમાં જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ૨૩
કંપનીઓએ વીવો ઇન્ડિયાને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. કંપનીના કુલ ૧,૨૫,૧૮૫ કરોડના
વેચાણના ૫૦ ટકા રકમ ૬૨,૪૭૬ કરોડ
રૃપિયા વિદેશમાં ખાસ કરીને ચીન મોકલી દીધા હતાં. ભારતમાં વેચાણ ઓછું બતાવીને ટેક્સ
ઓછો ભરવો પડે તે માટે આ રકમ ચીન મોકલવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી ભારતમાં
કાર્યરત ચીનની કંપનીઓની તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં કાર્યરત
ચીનની કંપનીઓ અનેક નાણાકીય અનિયમિતતાઓ સામે આવી છે. પાંચ જુલાઇના રોજ ઇડીએ વીવો મોેબાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ
લિમિટેડ અને તેની સાથે સંબધિત કંપનીઓના ૪૮ સ્થળોએ દરોડા પાડયા હતાં. ઇડીએ ગયા
વર્ષે ડિસેમ્બરમાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલ એફઆઇઆરને આધારે ચાલુ વર્ષે
ફેબુ્રઆરીમાં વીવોની એસોસિએટેડ કંપની ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન
પ્રાઇવેટ લિમિટેડ (જીપીઆઇસીપીએલ) અને તેના ડાયરેક્ટરો, શેરહોલ્ડરો અને
કેટલાક અન્ય પ્રોફેશનલ સામે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોરમેશન રિપોર્ટ (ઇસીઆઇઆર) દાખલ
કર્યો હતો.

આ કંપની સોલન (હિમાચલ પ્રદેશ), ગાંધીનગર
(ગુજરાત) અને જમ્મુ (જમ્મુ-કાશ્મીરમાં રજિસ્ટર્ડ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.